ગઈ કાલે મુંબઈની મુલાકાતે આવેલાં કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કૉન્ગ્રેસી કાર્યકર્તાઓએ કાળા વાવટા દેખાડ્યા હતા. બળતણના વધતા ભાવ અને ૨૦૨૧-’૨૨ના કેન્દ્રીય બજેટ સામે વિરોધ પ્રદર્શિત કરવા તેમણે આમ કર્યું હતું. જોકે પોલીસે વિરોધકર્તાઓને તેમની મુલાકાતના સ્થળે પહોંચતા અટકાવ્યા હતા.
ગયા અઠવાડિયે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ પર સંવાદ સાધવા નાણાપ્રધાન દાદરમાં આવેલા યોગી સભાગૃહમાં પહોંચ્યાં કે તરત જ લગભગ ૪૦૦થી ૫૦૦ જેટલા કૉન્ગ્રેસી કાર્યકર્તાઓએ તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ ઉપરાંત તેમણે તેમના પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની તરફેણમાં સૂત્રો પોકારવાની પણ શરૂઆત કરી દીધી હતી.
વિરોધકર્તાઓએ વહેલી સવારથી જ દાદર સ્ટેશનની બહાર એકઠા થવાની શરૂઆત કરી દીધી હતી એમ જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમણે કેન્દ્રીય બજેટ તેમ જ પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસના સિલિન્ડર તેમ જ રેલવેનાં ભાડાં જેવી જીવનાવશ્યક ચીજોના ભાવમાં વધારા સામે સૂત્રો પોકારવા માંડ્યાં હતાં.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST