Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં કૉંગ્રેસી કાર્યકરનો સુસાઈડનો પ્રયાસ

રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં કૉંગ્રેસી કાર્યકરનો સુસાઈડનો પ્રયાસ

03 July, 2019 08:28 AM IST | નવી દિલ્હી

રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં કૉંગ્રેસી કાર્યકરનો સુસાઈડનો પ્રયાસ

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં એક કૉંગ્રેસી કાર્યકરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીમાં કૉંગ્રેસના કાર્યાલય સામે આ કાર્યકરને ઝાડ પર ગળે ફાંસી લગાવતો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મહામહેનતે કાર્યકરને નીચે ઉતારવામાં આવ્યો હતો. કૉંગ્રેસના કાર્યકરનું કહેવું છે કે રાહુલ ગાંધી રાજીનામું પાછં નહીં ખેંચી લે તો હું ફાંસીએ લટકીને જીવ આપી દઈશ.

નોંધનીય છે કે રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆતના વિરોધમાં સતત પ્રદર્શન પણ થઈ રહ્યાં છે. છેલ્લા અનેક દિવસોથી કૉંગ્રેસ હેડક્વૉર્ટરની બહાર કૉંગ્રેસ‌ી કાર્યકર ધરણા પર છે અને રાહુલ ગાંધી પાસે રાજીનામું પાછું ખેંચી લેવાની માગણી કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી બાદ રાજીનામાની રજૂઆત કરનારા રાહુલ ગાંધી ફરી એક વાર રાજીનામું આપવા વિશે મક્કમ બન્યા છે. રાહુલ ગાંધીએ ફરી સ્પષ્ટ કરી દીધું છે કે હું જવાબદારી નહીં સંભાળું.



આ પણ વાંચો : બેન્ક લોન ન ભરનારા સામે સરકાર સખ્ત, 18 શહેરમાં 50 સ્થળે રેડ


યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કૉંગ્રેસના લોકસભાના સંસદસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 08:28 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK