અમે સુપ્રીમ કોર્ટ જેવાં સંસ્થાનોમાં પ્રજાનો વિશ્વાસ ફરી સ્થાપિત કરીશું : રાહુલ ગાંધી

Published: 14th January, 2019 08:20 IST

કૉન્ગ્રેસે જાહેર કર્યું હતું કે એ ઉત્તર પ્રદેશની તમામ 80 સીટ પરથી ચૂંટણી લડશે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશમાં SP-BSPના જોડાણમાંથી બાકાત રખાયા બાદ કૉન્ગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે રાહુલ ગાંધી એકસાથે 15 રૅલીઓ યોજી ઉત્તર પ્રદેશમાં પ્રચારની શરૂઆત કરશે.

દરમ્યાન કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યૂહાત્મક ચાલ ચાલીને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ જેવાં સંસ્થાનો પર હુમલો કર્યો છે. અમે દેશની પ્રજાનો આ સંસ્થાનો પરનો વિશ્વાસ કાયમ કરવાની કોશિશ કરીશું. રાફેલસોદા અને નોટબંધીને મુદ્દે ફરી એક વાર વડા પ્રધાન મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘દેશનો ચોકીદાર પોતાનું કામ કરવાને સ્થાને દેશમાં ચોરી કરી રહ્યો છે. આ તો હજી માત્ર શરૂઆત છે. જ્યારે લોકોને રાફેલસોદા અને નોટબંધીનું સત્ય સમજાશે ત્યારે વડા પ્રધાને પોતે પણ સચ્ચાઈનો સ્વીકાર કરવો જ પડશે.’

આ પણ વાંચો : રામ મંદિર અને અનામત મામલે શિવસેનાના મોદી સરકાર પર પ્રહાર

SP અકૉન્ગ્રેસે જાહેર કર્યું હતું કે એ ઉત્તર પ્રદેશની તમામ 80 સીટ પરથી ચૂંટણી લડશે. જોકે અન્ય પક્ષો માટે જોડાણનો માર્ગ ખુલ્લો રાખતાં કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ BJPને હરાવવા માગતો હોય અને આ માટે કૉન્ગ્રેસ સાથે જોડાણ કરવા માગતો હોય તો એ અમારી સાથે જોડાઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK