પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કૉન્ગ્રેસનું હલ્લાબોલ : ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન

Published: Jun 30, 2020, 15:09 IST | Agencies | Gandhinagar

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે અને તે સામે આમપ્રજામાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

ફ્યુઅલ ડિસ્પેન્સરનું ડમી મૉડલ પહેરીને અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામેના વિરોધમાં ભાગ લઈ રહેલો ગુજરાત કૉન્ગ્રેસનો સમર્થક.
ફ્યુઅલ ડિસ્પેન્સરનું ડમી મૉડલ પહેરીને અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામેના વિરોધમાં ભાગ લઈ રહેલો ગુજરાત કૉન્ગ્રેસનો સમર્થક.

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ ભાવવધારો કરવામાં આવી રહ્યો છે અને તે સામે આમપ્રજામાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. મંજૂરી ન મળવા છતાં કૉન્ગ્રેસ દ્વારા આજે રાજકોટમાં પેટ્રોલ - ડીઝલના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. રાજકોટમાં કૉન્ગ્રેસ દ્વારા વિરોધ -પ્રદર્શનમાં હજારો કાર્યકર અને લોકો ઊમટી પડ્યા છે. કૉન્ગ્રેસના આંદોલનમાં ઘોડા લઈને કૉન્ગ્રેસ કાર્યકરો નીકળ્યા છે. સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ કૉન્ગ્રેસનું આજે ફરી વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. કૉન્ગ્રેસે આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો નિર્ણય કર્યો છે. કૉન્ગ્રેસ દ્વારા અગાઉ પણ સાઇકલ, બળદગાડા લઈને વિરોધ-પ્રદર્શન કરાઈ ચૂક્યું છે, ત્યારે વધુ એકવાર ફરી કૉન્ગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. કૉન્ગ્રેસ દ્વારા રાજકોટ શહેરના તમામ વૉર્ડમાં પ્રદર્શન થઈ રહ્યું છે. રાજકોટમાં પેટ્રોલ - ડીઝલના ભાવ મુદ્દે કૉન્ગ્રેસ દ્વારા વિરોધ - પ્રદર્શન જોવા મળી રહ્યું છે. મંજૂરી ન મળવા છતાં કૉન્ગ્રેસે ઘોડા પર આંદોલન કર્યું હતું. ઘોડા પર અર્ધનગ્ન હાલતમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેમાં પોલીસ અને કૉન્ગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એવું જાણવા મળી રહ્યું છે કે કાર્યકરોને ઘોડા પરથી ઉતારતા બોલાચાલી થઈ હતી. રાજકોટના યાજ્ઞિક રોડ પરથી પોલીસે કૉન્ગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. અમદાવાદમાં પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના વિરોધમાં પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય કૉન્ગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત કાર્યકરોની અટકાયત કરાઈ છે. ચાવડાએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે સરકાર લોકોનો અવાજ દબાવે છે. લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી સરકારે ૧૮ લાખ કરોડ રૂપિયા વસૂલ્યા : સોનિયા ગાંધી

પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને આજે કૉગ્રેસ સમગ્ર દેશમાં પ્રદર્શન કરી રહ્યું છે. કૉન્ગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે પેટ્રોલ-ડીઝલ પર ૧૨ વખત એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદી સરકારે ૧૮ લાખ કરોડ રૂપિયા વધારે વસૂલ્યા છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે એક તરફ કોરોના મહામારીનો કેર અને બીજી બાજુ મોંઘાં પેટ્રોલ-ડીઝલના મારને દેશવાસીઓનું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. આજે દેશની રાજધાની દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરને પણ પાર કરી ગઈ છે. લૉકડાઉન બાદ મોદી સરકારે ૨૨ વખત પેટ્રોલ-ડીઝલની કિંમત વધારી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ તે સમયે વધારવામાં આવી રહ્યા છે જ્યારે કાચા તેલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી થઈ રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK