Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અલ્પેશનું MLA પદ છીનવવા કૉંગ્રેસે 7 વકીલોની ટીમ દ્વારા ડ્રાફ્ટ તૈયાર

અલ્પેશનું MLA પદ છીનવવા કૉંગ્રેસે 7 વકીલોની ટીમ દ્વારા ડ્રાફ્ટ તૈયાર

14 April, 2019 10:09 AM IST | ગુજરાત

અલ્પેશનું MLA પદ છીનવવા કૉંગ્રેસે 7 વકીલોની ટીમ દ્વારા ડ્રાફ્ટ તૈયાર

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઇ રહ્યો છે. ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે.

તેમનો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવે છે. ઉપરાંત અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલા ૧૦૦ રૂપિયાનો આજ સુધી કોઇ હિસાબ નથી અપાયો. લાખો રૂપિયા ચાઉં કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો છે.



આ પણ વાંચો : આંબેડકર જયંતિ 2019: બંધારણના ઘડવૈયાને દેશભરમાંથી આપવામાં આવી અંજલિ


સાથે જ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવવા કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ૭ જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2019 10:09 AM IST | ગુજરાત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK