કોરોનાવાયરસથી પોતાને જાતે બચાવો કારણકે PM મોર સાથે વ્યસ્ત:રાહુલ ગાંધી

Published: Sep 14, 2020, 11:13 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું કે, 'અનિયોજિત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારની દેન છે જેને કારણે કોરોના આખા દેશમાં ફેલાયું.'

વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીનો વાર
વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીનો વાર

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાવાયરસ મહામારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લીધા છે. સંસદનું મૉનસૂન સત્ર શરૂ થતાં પહેલા તેમણે કહ્યું કે, "કોરોના સંક્રમણના આંકડા આ અઠવાડિયે પચાલ લાખ અને એક્ટિવ કેસ 10 લાખ પાર થઈ જશે." વાયનાડના લોકસભા સાંસદે એક ટ્વીટમાં આ માટે 'અનિયોજિત લૉકડાઉન'ને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે એ પણ કહ્યું કે લૉકડાઉન પીએમ મોદીએ અંહકારને કારણે કર્યું. રાહુલ ગાંધીએ લખ્યું કે, "અનિયોજિત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારની દેણ છે જેને કારણે કોરોના આખા દેશમાં ફેલાયો." કૉંગ્રેસ નેતાએ કટાક્ષ કરતાં કહ્યું કે 'મોદી સરકારે કહ્યું કે આત્મનિર્ભર બનો એટલે પોતાના જીવની રક્ષા જાતે કરો કારણકે પીએમ મોર સાથે વ્યસ્ત છે.'

હાલ સસોનિયા ગાંધી સાથે વિદેશમાં છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી સંસદના શરૂઆતના દિવસોમાં ભાગ નહીં લે. હાલે તે પોતાની મમ્મી અને કૉંગ્રેસની અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે વિદેશ ગયા છે. કૉંગ્રેસ તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, સોનિયા ગાંધી પોતાના વાર્ષિક ચૅકઅપ માટે વિદેશ ગયાં છે. રાહુલ ગાંધી પણ તેમની સાથે ગયા છે. સોનિયા ગાંધી લગભગ બે અઠવાડિયા વિદેશમાં રહી શકે છે. એવામાં તે સંસદના અડધા મૉનસૂન સત્રમાં ભાગ નહીં લઈ શકે. રાહુલ ગાંધી એકાદ બે દિવસમાં પાછા આવશે એવી શક્યતા છે.

પ્રિયંકાના પહોંચતા જ પાછાં આવશે રાહુલ ગાંધી
વિદેશ જતા પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે રક્ષા સંબંધી સંસદીય સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. પાર્ટીના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી આઇએએનએસને કહ્યું કે રાહુલ તેમની બહેન અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સોનિયા ગાંધી પાસે પહોંચ્યા પછી પાછાં આવી જશે. એક સૂત્રએ જણાવ્યું કે સંસદના શરૂઆતના દિવસોમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની ગેરહાજરી વિશે વરિષ્ઠ નેતાઓને માહિતી આપવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK