કિસ્મત રેપ જેવી છે, જો તમે તેને રોકી નથી શકતા તો તેનો આનંદ લો: હિબી ઇડન

Published: Oct 23, 2019, 14:34 IST | તિરુવનંતપુરમ

કિસ્મત રેપ જેવી છે, જો તમે તેને રોકી નથી શકતા તો તેનો આનંદ લો: હિબી ઇડન

હિબી ઇડન
હિબી ઇડન

કેરળમાં કૉન્ગ્રેસના સાંસદ હિબી ઈડનની પત્નીએ બળાત્કાર જેવા ઘૃણાસ્પદ ગુનાના ભારોભાર વખાણ કર્યા હતા. જેને લઈને સોશ્યલ મીડિયા પર તેમનો બરાબરનો ઉધડો લેવાયો હતો. સાંસદ હિબી ઈડનની પત્ની અન્ના લિંડા ઈડને લખેલી એક પોસ્ટમાં કિસ્મતની સરખામણી બળાત્કાર સાથે કરી હતી.

તેમણે લખ્યું હતું કે કિસ્મત રેપ જેવી હોય છે. જો તમે તેને રોકી નથી શકતા, તો તેનો આનંદ લો. જોકે સોશ્યલ મીડિયા પર ભારે હોબાળો મચતા ગણતરીના કલાકોમાં જ તેમણે આ પોસ્ટ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી હટાવી દીધી હતી.

કૉન્ગ્રેસ સાંસદની પત્ની અન્ના લિંડા ઈડને ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. જેનું કેપ્શન હતું - ‘ભાગ્ય બળાત્કારની માફક હોય છે, જો તમે તેનો વિરોધ ના કરી શકો તો તેનો આનંદ લેવાનો પ્રયાસ કરો’. આ સાથે તેમણે બે નાની વીડિયો ક્લિપ પણ શૅર કરી હતી. જે તેમના ઘરમાં વરસાદનું પાણી ઘૂસી ગયા બાદ તેમના દીકરાઓ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વીડિયોમાં તે પોતે સિજ્જરનો આનંદ ઉઠાવતા નજરે પડે છે.

આ પણ વાંચો : 2021થી બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહીં

ઉલ્લેખનીય છે કે હિબી ઈડન ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપીને કૉન્ગ્રેસની ટિકિટ પરથી અર્નાકુલમ લોકસભા બેઠક પરથી પહેલી વાર જીતીને સાંસદ બન્યાં છે. આ વિસ્તાર કેરળમાં કૉન્ગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK