PM મોદી ચીન વિશે સત્ય કરે ઉજાગર, કાર્યવાહીમાં છીએ સાથે: રાહુલ ગાંધી

Published: Jun 26, 2020, 19:57 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

શુક્રવારે રાહુલે એક વીડિયો શૅર કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ ડર્યા વગર, ગભરાયા વગર સત્ય જણાવે કે ચીને જમીન લીધી છે અને અમે કાર્યવાહી કરવા જઇ રહ્યા છીએ. આ સ્થિતિમાં આખો દેશ તમારી સાથે છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચીન વિવાદને લઈને નિશાન સાધ્યો છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સેના 20 જવાન શહીદ થઈ ગયા, ત્યારથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. શુક્રવારે રાહુલે એક વીડિયો શૅર કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ ડર્યા વગર, ગભરાયા વગર સત્ય જણાવે કે ચીને જમીન લીધી છે અને અમે કાર્યવાહી કરવા જઇ રહ્યા છીએ. આ સ્થિતિમાં આખો દેશ તમારી સાથે છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ એક થઈને સેના અને સરકાર સાથે ઉભો છે. પણ એક જરૂરી પ્રશ્ન છે, કે થોડાંક દિવસ પહેલા અમારા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોઇ ભારતમાં નથી આવ્યું, કોઇએ અમારી જમીન નથી લીધી.

રાહુલ ગાંધીએ કહ્યું કે સેટેલાઇટ તસવીરમાં દેખાય છે, સેનાના પૂર્વ જનરલ કહી રહ્યા છે અને લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીને આપણી જમીન એક નહીં પણ ત્રણ જગ્યાઓ છીનવી લીધી છે.

કૉંગ્રેસ નેતાએ કહ્યું કે વડાપ્રધાન તમારે હકીકત જણાવવી પડશે, ગભરાવાની જરૂર નથી. જો તમે કહેશો કે જમીન નથી ગઈ, પણ ચીને જમીન લીધી છે તો ચીનનો ફાયદો થશે. આપણે મળીને તેમની સામે લડવાનું છે અને ઉઠાવીને બહાર ફેંકવાનું છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા શહીદ જવાનોને આખરે હથિયાર વગર બૉર્ડર પર કોણે મોકલી દીધા અને કેમ?

જણાવીએ કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ચીનના નામે હુમલા કરી રહ્યા છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે જવાન હથિયાર વિના બૉર્ડર પર કેમ ગયા હતા. જેના પર વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને જવાબ આપ્યો હતો.

ઑલ પાર્ટી મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ચીને ઘુસણખોરી નથી કરી, જેના પચી વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા. જો કે, પછી વડાપ્રધાન કાર્યાલય તરફથી સ્પષ્ટતા જાહેર કરતાં કહેવામાં આવ્યું હતું કે પીએમએ ફક્ત મુઠભેડવાળી જગ્યાની વાત કરી હતી.

સોનિયા-પ્રિયંકાએ પણ આપ્યું સંદેશ
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સિવાય કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ આ મામલે એક સંદેશ આપ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આજે જ્યારે ભારત અને ચીન સીમા પર સંકટની સ્થિતિ છે, તો કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીથી પાછળ હટી શકે નહીં. વડાપ્રધાન કહે છે કે અમારી સીમામાં કોઇ ઘુસણખોરી નથી થઈ, પણ બીજી તરફ રક્ષા મંત્રી અને વિદેશ મંત્રાલય મોટી સંખ્યામાં ચીની સૈનિકોની હાજરી અને ઘુસણખોરીની ચર્ચાઓ કરે છે.

સોનિયા ગાંધી સિવાય કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વીડિયો મેસેજ શૅર કરતાં કહ્યું છે કે, "વડાપ્રધાન સતત તીનના નેતાઓ સાથે મિત્રતા કરતાં હતા, પણ ચીને અમને દગો આપ્યો છે. પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આપણા સૈન્યના બહાદૂર સૈનિકો દેશની અખંડતા તેમજ દેશની રક્ષા માટે શહીદ થયા, તેમનું બલિદાન વ્યર્થ જવા દેવું નથી. પ્રિયંકાએ કહ્યું કે, દેશની એક ઇન્ચ પણ જમીન નહીં જવા દઇએ, દેશ હકીકત જાણવા માગે છે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK