Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે રાજકારણી પરેશ ધાનાણી બન્યા ડ્રાઇવર..!

જ્યારે રાજકારણી પરેશ ધાનાણી બન્યા ડ્રાઇવર..!

04 June, 2019 09:15 PM IST |

જ્યારે રાજકારણી પરેશ ધાનાણી બન્યા ડ્રાઇવર..!

કૉન્ગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી

કૉન્ગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી


હાલમાં જ યોજાયેલી લોકસભા ચુંટણી 2019માં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની હાર થઇ હતી. મહત્વનું છે કે પરેશ ધાનાણી પોતાના અમરેલી વિસ્તારમાં ઘણા લોકપ્રિય નેતા છે તેમ છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલમાં જ પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પરેશ ધાનાણી બસના ડ્રાઇવરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે હજુ સુધી આ વીડિયોની કોઇ પુષ્ટી નથી થઇ પરંતુ લોકો તેમના આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.



પરેશ ધાનાણી આ વીડિયોમાં એક બસ જાતે ચલાવી રહ્યા છે અને લોકોને હાકલ કરતા નજરે પડે છે કે હાલો બાયપાસ બાયપાસ. વીડિયો જોતા તે અમરેલીનો ખ્યાલ આવે છે. પરંતુ વીડિયો ક્યાનો છે અને ક્યારનો છે તેની કોઇ પુષ્ટી નથી થઇ. જોકે GujaratiMidday.com આ વીડિયોની ખરાઇ કરવા માટે પરેશ ધાનાણીનો ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સાથે કોઇ વાત થઇ શકી ન હતી. આ વીડિયોમાં પરેશ ધાનાણી બસ ચલાવતી વખતે પોતાની જુની વાતો પણ વાગોળી રહ્યા હોવાનું જણાઇ આવે છે.


 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 09:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK