બીજેપીના નેતાઓએ જણાવવું જોઈએ કે ગોડસે દેશભક્ત હતો કે નહીં : દિગ્વિજય

Updated: 7th October, 2019 10:48 IST | નવી દિલ્હી

બીજેપી-બજરંગ દળના લોકો પૈસા લઈને આઇએસઆઇ માટે જાસૂસી કરે છે.હું ગાંધીવાદી છું, એટલા માટે કુશાભાઉ અને વિજયરાજે સિંધિયાના કહેવાથી જનસંઘમાં જોડાયો નહીં.

દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નામ લીધા વગર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે બીજેપીના લોકો(મોદી અને શાહ) એ સ્પષ્ટ કરવું જોઈએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા કે નહીં ?
દિગ્વિજયે કહ્યું કે બીજેપીના નેતાઓ ગાંધીની જે વિચારધારાની વાત કરે છે, તે સત્યતાથી બિલકુલ પર છે. બીજેપી નેતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી પર સંકલ્પ યાત્રા વિશે વાત કરે છે. તેમણે દેશને ગોડસેની રાષ્ટ્રભક્તિ વિશે પણ જણાવવું જોઈએ.
દિગ્વિજયે ખુલાસો કર્યો કે રાષ્ટ્રીય સ્વયસંવેક સંઘ(આરએસએસ)ના વિચારક કુશાભાઉ ઠાકરે અને રાજમાતા વિજયારાજે સિંધિયાએ મને ૧૯૭૦-૭૧માં જનસંઘમાં સામેલ થવા માટે કહ્યું હતું. જોકે મેં તેમનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, કારણ કે હું મહાત્મા ગાંધીને માનું છું.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

 દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ પર નિશાન સાધતા પાકિસ્તાન જાસૂસી એજન્સી આઇએસઆઇ માટે જાસૂસી કરવા પર મોટો આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે, બીજેપી અને બજરંગ દળના લોકો પૈસા લઈને આઇએસઆઇ માટે જાસૂસી કરતા રહ્યા છે.

કૉન્ગ્રેસની જે હાલત છે તેના માટે દિગ્વિજય સિંહ જેવા નેતાઓ જવાબદારઃ બીજેપી
કૉન્ગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સંઘ અને બીજેપી પર કરેલા પ્રહાર બાદ બીજેપીએ વળતો જવાબ આપ્યો છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે દિગ્વિજય સિંહ વિવાદિત નિવેદન આપી રહ્યા છે. કૉન્ગ્રેસની આજે જે હાલત થઈ છે તેની પાછળ દિગ્વિજય સિંહ જેવા નેતાઓ છે.

First Published: 7th October, 2019 10:40 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK