કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા તેમને સારવાર માટે વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય ઊર્જા મંત્રી છે. હજી તો હમણાં જ તેઓ રાજ્ય સભાની ચૂંટણીમાં હાર્યા છે અને આ દરમિયાન તેઓ અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ બધાંને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ભરતસિંહ કૉંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર હોવાથી 19મી જૂનના રોજ ગુજરાત વિધાનસભા પણ ગયા હતા. તમે કલ્પી શકો છો કે આ માંદગીને પગલે કેટલો ખળભળાટ થયો હશે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.
કૉંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની ચર્ચા પણ છે અને તેમણે અનેક ઇન્ટરવ્યુ સાથે પણ આપ્યા હતા ચૂંટણી દરમિયાન તેઓ હજારોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોને મળ્યાં હતાં. એટલું જ નહીં પોતે ઉમેદવાર હોવાથી તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ જ કારણે હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની પરેશાની વધી છે.
ભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં
16th January, 2021 10:35 ISTતૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્યે સીતામાતા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું
12th January, 2021 14:14 ISTમાધવસિંહ સોલંકીને અપાયું ગાર્ડ ઑફ ઓનર, વરીષ્ઠ નેતાની અંતિમ વિદાયમાં લોકો ઉમટ્યા
10th January, 2021 19:18 ISTમહારાષ્ટ્ર કૉન્ગ્રેસનું સુકાન રાહુલ ગાંધીના વિશ્વાસુને આપવાની વકી
9th January, 2021 12:11 IST