શરદ પવાર અને PM મોદીની મુલાકાતથી કોંગ્રેસ નારાજ, સમય પર ઉઠાવ્યા સવાલ

Published: Nov 20, 2019, 19:38 IST | Mumbai Desk

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની વાતચીત ચાલી રહી છે, શરદ પવારને પ્રધાનમંત્રી મોદી સાથે નહોતું મળવું જોઈતું.

શરદ પવારે એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને શિવસેના-કૉંગ્રેસ અને જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને શિવસેના-કૉંગ્રેસ અને એનસીપીના નેતા કેટલીય બેઠકો કરી ચૂક્યા છે.

કૉંગ્રેસ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતથઈ નારાજ છે. કૉંગ્રેસ સૂત્રો પ્રમાણે, એવા સમયમાં જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની વાતચીત ચાલી રહી છે, શરદ પવારને પ્રધાનમંત્રી મોદી સાથે નહોતું મળવું જોઈતું.

કૉંગ્રેસના ઉચ્ચ પદના સૂત્રો પ્રમાણે, શરદ પવારની આ મુલાકાત યોગ્ય સમયે નથી થઈ. આ સમયે મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉંગ્રેસ સાથે શરદ પવાર સરકાર બનાવવાની પહેલ કરી રહ્યા છે તે કેટલીય વાર કૉંગ્રેસના નેતાઓ અને કૉંગ્રેસ અધ્યક્ષ સુધી મુલાકાત કરી ચૂક્યા છે. કૉંગ્રેસના ઉચ્ચ પદના સૂત્ર સવાલના અંદાજમાં કહે છે કે સરકાર ગઠનના પ્રયત્નો વચ્ચે શરદ પવારનું પ્રધાનમંત્રી મોદીને મળીને શું સંદેશ આપવા માગે છે?

કૉંગ્રેસ સૂત્રો પ્રમાણે, શરદ પવારને ખેડૂતોના મુદ્દે મળવા જવું હતું તે બીજા સહયોગી દળોને પણ સાથે લઈ શકતા હતા. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને એનસીપીએ મળીને ચૂંટણી લડી છે, મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે તેમણે કૉંગ્રેસને પણ સાથે લઈ જવું જોઇતું હતું પણ તેમણે પ્રધાનમંત્રીને એકલા મળવાનો રસ્તો પસંદ કર્યો જે યોગ્ય નથી.

કૉંગ્રેસ સૂત્ર આ મુલાકાતથી એ રીતે નારાજ છે કે તે કહે છે, "હાલ વાતચીત ખૂબ જ પ્રારંભિક સ્તરમાં ચે એવામાં પરસ્પર ભરોસો કાયમ રાખવા માટે પગલા લેવામાં આવે છે પણ એનસીપી પ્રમુખ શરદ પવારની મુલાકાતે આ ભરોસાને ઠેસ પહોંચાડી છે. "

કૉંગ્રેસ સૂત્રો પ્રમાણે, વાતચીત હજી શરૂ થઈ છે હજી તો સૈદ્ધાંતિક રૂપે એ પણ નક્કી નથી થયું કે ગઠબંધવમાં જવું છે કે નહીં અને ગઠબંધન આ વાત પર નિર્ભર કરશે કે શિવસેના પોતાના કટ્ટર હિંદુત્વ અને હિંદુત્વની વિચારધારાથઈ પોતાને દૂર કરવાનો ભરોસો કેટલો દર્શાવી શકે છે.

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

હવે મોટો સવાલ એ છે કે શું એનસીપી પ્રમુખ શરદ પવાર અને પ્રધાનમંત્રીની આ મુલાકાત સંભવિત ગઠબંધનમાં ફોડ પાડે છે તો શું આ મુલાકાત બાદ હવે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીના ગઠબંધન તૂટવાનું નક્કી થઈ ગયું છે. શું એનસીપી ખરેખર બીજેપી સાથે મળીને સરકાર બની શકે છે. આ સવાલોના જવાબ આગામી કેટલાક દિવસોમાં મળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK