મહારાષ્ટ્રમાં સતામાં આવતા જ ગુજરાતમાં કોંગ્રેસ ફરી સક્રિય, ભાજપ પર હલ્લાબોલ

Published: Nov 30, 2019, 14:37 IST | Shatrughn Sharma | Gandhinagar

બે અઠવાડિયા પહેલા બનેલા કોંગ્રેસના કેન્દ્રીય કાર્યક્રમના અનુસાર તમામ જિલ્લામાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની સામે આંદોલનની જાહેરાત કરી હતી. રાજ્યના તમામ જિલ્લાઓમાં જનવેદના સંમેલન કર્યા બાદ હવે શનિવારે અમદાવાદમાં રાજ્ય સ્તરનું સંમેલન થશે.

અશોક ગહેલોત
અશોક ગહેલોત

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન કર્યા બાદ ગુજરાતમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ દાયકામાં સૌથી વધુ સફળતા અપાવનાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પક્ષને  ગુજરાતમાં સક્રિય કરી રહ્યા છે. ગહેલોત, કોંગ્રેસ નેતા અહમદ પટેલની સાથે જનવેદના સંમેલનની સાથે ભાજપ પર હલ્લા બોલ કરશે.

કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા ગેહલોતને ગુજરાત ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવ્યો હતો, ત્યારે ગેહલોતે જ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની યાત્રાઓનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહેલા નેતાઓને દૂર કરીને યુવાન અને સમર્પિત નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા. જેનું પરિણામ એવું આવ્યું કે કોંગ્રેસ 78 બેઠકો પર જીત દાખલ કરાવી.

મહત્વનું છે કે વિધાનસભામાં બહુમતિ માટે 92 બેઠકની જરૂર હોય છે અને ભાજપ 99 બેઠક પર જ અટકી ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા જણાવે છે કે બે અઠવાડિયા પહેલા બનેલા કોંગ્રેસના કેન્દ્રીય કાર્યક્રમના અનુસાર તમામ જિલ્લામાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની સામે આંદોલનની જાહેરાત કરી હતી. રાજ્યના તમામ જિલ્લાઓમાં જનવેદના સંમેલન કર્યા બાદ હવે શનિવારે અમદાવાદમાં રાજ્ય સ્તરનું સંમેલન થશે.

કોંગ્રેસ નેતા અહમદ પટેલ, પાર્ટી પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન હોવા છતાં ગુજરાતમાં એનસીપીથી અંતર બનાવી રાખ્યું છે, એનસીસીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા છે જેમણે ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ છોડી દીધી છે.

મહારાષ્ટ્રના હરિયાણાની ચૂંટણીના પરિણામો બાદ એક રાજ્યમાં સરકાર બનવાથી ઉત્સાહિત કોંગ્રેસે મોંઘવારી, ખેડૂતોની બદહાલી, આર્થિક મંદી, વેપાર ખરાબ થવાથી યુવાનોની બેરોજગારીના મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનું એલાન કર્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જનવેદના આંદોલનના મુખ્ય વક્તા હશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK