Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના અમરાઈવાડીના ઉમેદવારે ડુંગળીનો હાર પહેરી ફૉર્મ ભર્યું

કૉન્ગ્રેસના અમરાઈવાડીના ઉમેદવારે ડુંગળીનો હાર પહેરી ફૉર્મ ભર્યું

01 October, 2019 01:35 PM IST | અમદાવાદ

કૉન્ગ્રેસના અમરાઈવાડીના ઉમેદવારે ડુંગળીનો હાર પહેરી ફૉર્મ ભર્યું

ધર્મેન્દ્ર પટેલ

ધર્મેન્દ્ર પટેલ


અમદાવાદ : (જી.એન.એસ.) વિધાનસભાની છ બેઠકો માટે ૨૧મીએ યોજાનારી પેટાચૂંટણીમાં ઉમેદવારી ફૉર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો, પરંતુ કૉન્ગ્રેસ અને બીજેપીએ રવિવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારનાં નામ જાહેર કરતાં સોમવારે ઉમેદવારી પત્ર ભરવા માટે ધસારો શરૂ થયો હતો.

અમદાવાદના અમરાઈવાડી બેઠક પર કૉન્ગ્રેસે પોતાના ઉમેદવારો ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈને મેદાનમાં ઉતાર્યા છે. ધર્મેન્દ્ર પટેલ મૂળ બીજેપીમાંથી કૉન્ગ્રેસમાં આવનારા આગેવાન છે. આનંદીબહેન પટેલ મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ બની ગયા બાદ ધર્મેન્દ્ર પટેલે બીજેપી છોડી કૉન્ગ્રેસ જૉઇન્ટ કરી લીધું હતું. આથી કૉન્ગ્રેસે અમરાઈવાડી બેઠક પરથી તેમને લડાવવાનો નિર્ણય કર્યો છે.
ધર્મેન્દ્ર પટેલ સોમવારે બપોરે વિજય મુહૂર્ત પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા હતા. સામાન્ય રીતે ઉમેદવારી નોંધાવવા જતાં ઉમેદવારના ગળામાં ફૂલનો હાર હોય છે, પરંતુ ધર્મેન્દ્ર પટેલ ફૂલહારની સાથે ડુંગળીનો હાર પણ પહેર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 01:35 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK