કોંગોને કારણે રાજ્યમાં વધુ એક મોત, ત્રીજી મહિલાનો લીધો ભોગ, જાણો લક્ષણો

Published: Aug 28, 2019, 13:17 IST | અમદાવાદ

ભાવનગરમાં અમુબેન નામના મહિલાનું કોંગોને કારણે મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોંગોના કારણે મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જીવલેણ કોંગો ફીવર પગ પસારી રહ્યો છે. કોંગોને કારણે વધુ એક મોતની ઘટના સામે આવી છે. લિંબડીમાં બે મહિલાઓના મોત બાદ ભાવનગરમાં અમુબેન નામના મહિલાનું કોંગોને કારણે મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોંગોના કારણે મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભાવનગરના કમળેજ ગામની 25 વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા તેમને શહેરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો બ્લડ ટેસ્ટ કર્યા બાદ નમૂના પૂનેની લેબમાં મોકલાયા હતા. જો કે તેમને વધુ સારવાર મળે તે પહેલા જ મોડી રાત્રે 2 વાગે તેમનું મોત થયું. અમુબેનના મૃત્યુ બાદ આવેલા બ્લડ રિપોર્ટમાં તેમને કોંગો ફીવર હોવાનો ખુલાસો થયો છે.

આ ઉપરાંત કુલ 9 દર્દીઓ કોંગો ફીવરની સારવાર લઈ રહ્યા છે. કોંગો ફીવરની સારવાર કરતા નર્સ અને ડોક્ટરને પણ તેની અસર હોવાનું સામે આવ્યું છે. કુલ 9 દર્દીઓમાં હળવદના 3, એક રાયખડનો યુવાન, બે ડૉક્ટર, 2 પેરા મેડિકલ સ્ટાફ અને એક જામડી ગામની મહિલાનો સમાવેશ થાય છે.

આ છે કોંગો ફીવરના લક્ષણ

કોંગો ફીવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ છે. કોંગો મુખ્યત્વે ઈતરડી નામની જીવાતથી ફેલાય છે. ઈતરડી મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે. કોંગો ફિવર આમ તો પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે. એટલે પશુઓની આસપાસ રહેતા લોકોને તે થવાની શક્યતા વધુ છે.

આ પણ વાંચોઃ સુરત હવે થશે વધુ સુરક્ષિત, શહેર પોલીસનો છે આ પ્લાન

આવું થાય તો રાખો ધ્યાન

- માથું દુઃખવું
- સતત તાવ આવવો
- પીઠમાં દુઃખાવો
- સાંધા-પેઢુમાં દુઃખાવો
- ઊલટીઓ થવી
- આંખ ફરતે ચકામા પડવા
- ચહેરા પર કરચલીઓ પડવી
- ગળું છોલાઈ જવું, લાલ ચકામાં

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK