અભદ્ર કમેન્ટ્સ બદલ સ્મૃતિ ઈરાનીએ સંજય નિરુપમને લીગલ નોટિસ મોકલી

Published: 23rd December, 2012 04:32 IST

બીજેપીનાં નેતા અને ટીવી-ઍક્ટ્રેસ સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અણછાજતી કમેન્ટ કરનારા ઉત્તર મુંબઈના કૉન્ગ્રેસના સંસદસભ્ય સંજય નિરુપમને ગઈ કાલે સ્મૃતિ ઈરાનીએ લીગલ નોટિસ મોકલી હતી.

ગુરુવારે એક ટીવી-ચૅનલ પર ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીની સમીક્ષા ચાલી રહી હતી એ દરમ્યાન સંજય નિરુપમે સ્મૃતિ ઈરાનીને ઉદ્દેશીને કહ્યું હતું કે થોડા વખત પહેલાં તો તમે ટીવી પર ઠૂમકા લગાવતાં હતાં અને હવે ચૂંટણીનાં પરિણામોની સમીક્ષા કરો એવાં બની ગયાં છો. તેમની આ કમેન્ટ સામે સ્મૃતિ ઈરાનીએ પણ તેમને આડે હાથ લેતાં કહ્યું હતું કે નિરુપમ જેવા લોકોને લીધે જ આજની યુવા પેઢીમાં દંગલખોરીનાં બીજ રોપાયાં છે. સંજય નિરુપમના આવા બેજવાબદારીભર્યા નિવેદનને પગલે ચારે તરફથી તેમની સામે વિરોધ-પ્રદર્શન થયાં હતાં અને માફીની માગણી કરવામાં આવી હતી. સ્મૃતિ ઈરાનીએ આ બાબતે સંજય નિરુપમને લીગલ નોટિસ મોકલતાં તેઓ હવે માફી માગે છે કે પછી નોટિસનો શું જવાબ આપે છે એના પર બધાની નજર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK