સેના-બીજેપીમાં સરકાર બનતાં પહેલાં તકરાર?

Updated: Jun 12, 2019, 09:41 IST

રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભગવા ગઠબંધનનો વિજય થાય તો પાંચ વર્ષના શાસન માટે મુખ્ય પ્રધાનપદ શિવસેના અને બીજેપી વચ્ચે અઢી-અઢી વર્ષ માટે ફાળવવાની સમજૂતી થઈ છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી બાદ એનડીએમાંથી બીજેપીના મુખ્ય પ્રધાન બનનાર હોવાનો દાવો રાજ્યના નાણાપ્રધાન અને બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે કર્યો હતો. જોકે બીજી બાજુ શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈએ મુખ્ય પ્રધાનપદ માટે બન્ને પક્ષો વચ્ચે ફિફ્ટી-ફિફ્ટી ફૉમ્યુર્લાની સમજૂતી થઈ હોવાનો દાવો કર્યો હતો.

રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભગવા ગઠબંધનનો વિજય થાય તો પાંચ વર્ષના શાસન માટે મુખ્ય પ્રધાનપદ શિવસેના અને બીજેપી વચ્ચે અઢી-અઢી વર્ષ માટે ફાળવવાની સમજૂતી શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને બીજેપીના પ્રમુખ અમિત શાહ વચ્ચે થઈ હોવાનો દાવો વરુણ સરદેસાઈએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં કર્યો હતો. દરમ્યાન અમિત શાહે રવિવારે દિલ્હીમાં બીજેપીની કૉર કમિટી સમક્ષ મહારાષ્ટ્રમાં પાંચે પાંચ વર્ષ માટે બીજેપીના જ મુખ્ય પ્રધાન બનાવવાનો દૃઢ નર્ધિાર જાહેર કર્યો હતો. જોકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બન્ને પક્ષો ૨૭૦ બેઠકો પર (૧૩૫-શિવસેના અને ૧૩૫-બીજેપી) ઉમેદવારી કરે અને બાકી ૧૮ બેઠકો સ્થાનિક સહયોગી પક્ષોને માટે રાખવામાં આવે એવી દરખાસ્ત બીજેપી તરફથી મૂકવામાં આવી હોવાનું મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું. પરંતુ એ દરખાસ્ત શિવસેનાએ નહીં સ્વીકારતાં ૧૪૪ બેઠકો પર ચૂંટણી લડવાનો આગ્રહ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: મોદી સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકારનો ઘટસ્ફોટ દેશના GDPના આંકડા ખોટા

નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે નાશિકમાં જણાવ્યું હતું કે ‘રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બીજેપીના રહેશે. એ બાબતમાં બન્ને પક્ષોમાં કોઈ અસંતોષ નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભગવા ગઠબંધનને ૨૮૮માંથી ૨૨૦ કરતાં વધારે બેઠકો મળશે. બેઠકોની વહેંચણી બાબતે બીજેપી અને શિવસેનાના નેતાઓ વચ્ચે વાટાઘાટ ચાલે છે અને એ બાબતે ટૂંક સમયમાં નર્ણિય જાહેર કરવામાં આવશે.’શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ સુધીર મુનગંટીવારના ઉપરોક્ત નિવેદનની ઉપરવટ જઈને જણાવ્યું હતું કે બન્ને પક્ષો સમાન પ્રમાણમાં જવાબદારીઓ સંભાળશે અને સમાન સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડશે એવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ૧૯ ફેબ્રુઆરીના નિવેદનમાં કોઈ ફેર પડ્યો નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK