બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાઈ બળાત્કારની ફરિયાદ

Published: Mar 19, 2020, 13:20 IST | Vadodara

૨૨ નવેમ્બર, ૨૦૧૬ના પ્રશાંતે મને ઘરે બોલાવી હતી. હું નીચેના હૉલમાં બેઠેલી હતી. ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી મારી પાસે આવી હતી અને મને કહ્યું હતું કે ગુરુજી તમને ઉપરના રૂમમાં બોલાવે છે.

વેપારી અને દંપતી સાથે છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં જેલની હવા ખાઈ રહેલા બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે હવે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાએ પ્રશાંતને પોતાની વ્યથા સંભળાવતાં પ્રશાંતે તેની લાચારીનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર કર્યો હતો. તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તારે થોડો ભોગ આપવો પડશે તેમ જણાવી પ્રશાંતે ૭ વખત બળાત્કાર કર્યો હતો.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૨ નવેમ્બર, ૨૦૧૬ના પ્રશાંતે મને ઘરે બોલાવી હતી. હું નીચેના હૉલમાં બેઠેલી હતી. ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી મારી પાસે આવી હતી અને મને કહ્યું હતું કે ગુરુજી તમને ઉપરના રૂમમાં બોલાવે છે. એથી હું ઉપર બીજા માળે પ્રશાંત ગુરુજીનો બેડરૂમ આવેલો છે ત્યાં ગઈ હતી. એટલી વારમાં પ્રશાંત ગુરુજીએ અંદરથી બારણુ બંધ કરી દીધું હતું અને ત્યાર બાદ મને કહેવા લાગ્યા હતા કે તારા ઘરમાં જે કંઈ પણ તકલીફો છે એ તકલીફો તારા દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઈ જશે અને એવી વાતો કરતાં-કરતાં તે મને અડપલાં કરવા લાગ્યો હતો. મેં તેને દૂર રહેવા જણાવ્યું હતું તો તેણે મારી સાથે જબરદસ્તીથી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેણે મારી સાથે ૭ વખત દુષ્કર્મ આચર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK