Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પંકજા મુંડે વિશે અપશબ્દો બોલવા બદલ ભાઈ ધનંજય સામે ફરિયાદ

પંકજા મુંડે વિશે અપશબ્દો બોલવા બદલ ભાઈ ધનંજય સામે ફરિયાદ

21 October, 2019 01:08 PM IST | બીડ

પંકજા મુંડે વિશે અપશબ્દો બોલવા બદલ ભાઈ ધનંજય સામે ફરિયાદ

પંકજા મુંડે વિશે અપશબ્દો બોલવા બદલ ભાઈ ધનંજય સામે ફરિયાદ


મહારાષ્ટ્ર સરકારનાં કૅબિનેટ પ્રધાન પંકજા મુંડે માટે તેમના જ પિતરાઈ ભાઈ ધનંજય મુંડે અપશબ્દો બોલતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ પંકજા મુંડેના સપોર્ટર્સે ધનંજય મુંડે વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ ધનંજય મુંડેએ એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને વિડિયોને પાયાવિહોણો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘વિડિયો એડિટ કરીને મને પબ્લિક સામે વિલન સાબિત કરવામાં આવી રહ્યો છે. વિડિયોને ફૉરેન્સિક તપાસમાં મોકલવામાં આવે. ભાઈ-બહેનના સંબંધને આટલી નિમ્ન કક્ષાએ લઈ જનારને હું વખોડી કાઢું છું. ચૂંટણી જીતવા માટે વિરોધીઓ મને ખલનાયક સાબિત કરી રહ્યા છે. જો મારા પર લાગેલા આરોપો સાચા સાબિત થશે તો હું મારું જીવન ટૂંકાવી દઈશ.’ 

પંકજા મુંડે માટે અપશબ્દો બોલવાના ગુનામાં પરળીના બીજેપીના પ્રેસિડન્ટ જુગલકિશોર લોહિયાએ એનસીપી નેતા ધનંજય મુંડે વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. રાજ્ય મહિલા આયોગે પણ ધનંજય મુંડે વિરુદ્ધ ગંભીર નોંધ લીધી છે.
ફરિયાદમાં લાગેલા આરોપો બાદ ધનંજય મુંડેએ કહ્યું હતું કે ‘જે લોકોએ વિડિયો એડિટ કરીને મને વિલન સાબિત કર્યો છે તેમણે એક વખત ભાઈ-બહેનના સંબંધનું માન રાખવું જોઈતું હતું. હું એવા શબ્દો ક્યારેય નહીં બોલું જેનાથી મહિલાનું સન્માન ન જળવાય. મેં જેકાંઈ કહ્યું એ મારી બહેન માટે નહોતું કહ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 01:08 PM IST | બીડ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK