સામાન્ય લોકો માટે મુંબઇ લોકલ બંધ થવાને 300 દિવસ થઈ ગયા છે. ગયા વર્ષે કોરોનાના પ્રકોપને કારણે જ્યારે લૉકડાઉન લાગૂ પાડવામાં આવ્યું હતપં, ત્યાં પ્રવાસીઓની સાથે પ્રવાસી સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી. પણ, લાંબા અંતરની ટ્રેનો અને અમુક પ્રવાસીઓના લોકલ ટ્રેનો ચાલુ થતાં 6 મહિના પસાર થઈ ગયા છે. આ દરમિયાન ન તો સ્ટેશન પર પાણી મળે છે કે ન તો લિફ્ટ કે એસ્કેલેટર્સ જેવી સુવિધાઓ છે પ્રવાસીઓ માટે. પેસેન્જર્સ ટ્રેનો સતત વધવાથી ટર્મિનસ સ્ટેશનો પર પ્રવાસીઓને અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂર્વ કોરોનાકાળની તુલનામાં મુંબઇથી અડધી ટ્રેનો ઑપરેટ થવા લાગી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા મુંબઇથી દરરોજ લગભગ 320 ટ્રેનો ઑપરેટ થતી હતી. આટલી ટ્રેનોમાં લગભગ 5 લાખ પ્રવાસીઓ દરરોજ મુંબઇથી આવતાં-જતા હતા. અનલૉક પછી હવે જાન્યુઆરી 2020ની તુલનામાં બરાબર એક વર્ષ પછી મુંબઇથી લગભગ 150 ટ્રેનોનું આવાગમન થઈ ગયું છે. આ ટ્રેનોની લગભગ 1.40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મુંબઇમાં દરરોજ લગભગ દોઢ લાખ પ્રવાસીઓ ટર્મિનસ સ્ટેશન પર સામાન સાથે પ્લેટફૉર્મ બદલવાની તકલીફ ઉઠાવવા માટે મજબૂર છે. આમાં વૃદ્ધ પ્રવાસી અને મહિલાઓ પણ સામેલ છે.
ચાલવા લાગી છે 90 ટકા લોકલ
મુંબઇમાં હવે 90 ટકા લોક ટ્રેન ઑપરેટ કરી રહી છે, આથી લગભગ 17 લાખ પ્રવાસીઓ દરરોજ પ્રવાસ કરે છે. આમાં દિવ્યાંગ પ્રવાસીઓ પણ સામેલ છે. પ્રવાસીઓની સંખ્યા વધવા છતાં સ્ટેશનો પર પ્રવાસી સુવિધાઓ નથી.
રેલવે શું કહે છે
જ્યારે 15 જૂનથી મુંબઇમાં ઉપનગરીય ટ્રેનો શરી થઈ હતી. તે દરમિયાન દરરોજ લગભગ 90 હજાર પ્રવાસીઓને પરવાનગી મળી હતી. રેલવેનું કહેવું છે કે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી થવા પર સંક્રમણને ફેલાવાને કારણે સુવિધાઓ બંધ રાખવામાં આવી હતી. હવે પ્રવાસીઓની સંખ્યા વધવાની સાતે જ રેલવે ટૂંક સમયમાં જ એસ્કેલેટર્સ અને લિફ્ટ શરૂ કરવા પર વિચાર કરે છે.
મેઇન્ટેન્સની મુશ્કેલી
રેલવે સ્ટેશનો પર લિફ્ટ્સ હોય કે એસ્કેલેટર્સ તેમની દેખરેખ માટે કૉન્ટ્રેક્ટ્સ કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે લૉકડાઉન દરમિયાન દેખરેખ કરતા કર્મચારીઓની જૉબ ગઈ હતી, જ્યારે કૉન્ટ્રેક્ટર્સ અને રેલવે વચ્ચે હજી પણ પેમેન્ટને લઈને લેખિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી વાત એ છે કે મુંબઇમાં સેંકડો એસ્કેલેટર્સ અને લિફ્ટ્સ શરૂ કરતા પહેલા તેમની સર્વિસ પણ કરવાની છે. રેલવે પ્રમાણે કોઇપણ પ્રકારના અકસ્માતને ટાળવા માટે, ખાસ કરીને લિફ્ટ્સ તેમજ એસ્કેલેટર્સથી કોઇપણ અકસ્માત કે દુર્ઘટના ન થઈ જાય તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTસનશાઇનનો આનંદ લેતી આલિયા
1st March, 2021 13:10 IST