કોરોના કેર: તબ્લિગી જમાતની ઘટના બહાર આવ્યા પછી કોરોના ઘાતક બનવા માંડ્યો છે

Published: Apr 08, 2020, 18:03 IST | Manoj Joshi | Mumbai

હા, અહીં વાત કોઈ ધર્મ કે મજહબની નથી. વાત કોઈ નાત-જાત કે ધર્મભેદની નથી. વાત એક ઘટનાની છે અને અને એ ઘટનાએ દેશમાં કોરોનાના કેરને વધારે આકરો કરવાનું કામ કર્યું છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

હા, અહીં વાત કોઈ ધર્મ કે મજહબની નથી. વાત કોઈ નાત-જાત કે ધર્મભેદની નથી. વાત એક ઘટનાની છે અને અને એ ઘટનાએ દેશમાં કોરોનાના કેરને વધારે આકરો કરવાનું કામ કર્યું છે. તમે જુઓ કે જે ઝડપથી કોરોના દેશમાં ફેલાઈ રહ્યો હતો એના કરતાં વધારે ઝડપથી કોરોના છેલ્લા ચાર દિવસ દરમ્યાન ફેલાવા માંડ્યો છે. તબ્લિગી જમાત પછી આ બન્યું છે. તબ્લિગી જમાતમાંથી બહાર આવેલા બિરાદરો ખુલ્લેઆમ દેશમાં પથરાયા અને પથરાયેલા એ લોકો કોરોનાની ભેટ આપવાનું કામ એકધારું કરી રહ્યા છે. આટલી સમજાવટ, જાગૃતિ લાવવાની પ્રક્રિયા થયા પછી પણ કોઈ સામેથી આગળ આવી નથી રહ્યું, કોઈ એવું નથી મળ્યું જેણે સામે ચાલીને કહ્યું હોય કે તેણે આ જમાત અટેન્ડ કરી હતી. તબ્લિગી જમાત અત્યારે સીધી જવાબદાર દેખાઈ રહી છે. તમે ન્યુઝ-ચૅનલ જુઓ તો તમને દેખાય કે જમાતમાં ગયેલો એ વર્ગ કેવો જડ જેવો હશે કે સાથ આપવા રાજી નથી થઈ રહ્યો.

જડતા હોવી જોઈએ, ધર્મ સાથે જોડાયેલું રહેવું જોઈએ, પણ એનો અર્થ એવો તો નથી જ થતો કે તમે તમારી જડતાનો ગેરલાભ બીજા સુધી પહોંચે એ સ્તરે પહોંચી જાઓ એ તો વાજબી નથી જ નથી. ઈશ્વર, અલ્લાહ, ભગવાન, ગૉડ મદદ કરવા સીધા ક્યારેય આવતા નથી; પણ એ કોઈના થકી મદદ મોકલતા હોય છે. આ વાત કોઈએ ભૂલવી ન જોઈએ.

કોરોનાથી બચાવવાનું કામ ડૉક્ટર કરશે અને ડૉક્ટર પાસે એ કામ કરાવવાની જવાબદારી હજાર હાથવાળાએ લઈ લીધી છે, પણ એવું બને અને સુખરૂપ પરિણામ આવે એને માટે તમારે પણ જવાબદાર બનવું પડશે. તમે જુઓ સાહેબ; ગુજરાત જુઓ. મહારાષ્ટ્ર જુઓ, યુપી અને બિહાર જુઓ. કેવું વાહિયાત વર્તન કરવામાં આવે છે તબીબો સાથે. પેશન્ટ્સના કેસ કૂદકે ને ભૂસકે વધતા જાય છે અને વધી રહેલા એ કેસ સાથે સમજાઈ રહ્યું છે કે કોરોનાને નાથવો હશે તો એક થઈને, એકતા સાથે અને એકબીજા પર ભરોસો રાખીને આગળ વધવું પડશે. ક્યારેય કલ્પના કરી નહોતી કે મંદિરથી માંડીને ચર્ચ સુધ્ધાં બંધ થઈ જશે. એવું તો નથી કર્યું કે મંદિર ખુલ્લાં હોય અને મસ્જિદો બંધ હોય. બિરાદરોએ સમજવું પડશે કે અહીં કોઈ જાતના ભેદભાવ રાખવામાં આવ્યા નથી અને આવવાના પણ નથી. મંદિરો બંધ થયાં. નવરાત્રિ જેવા દિવસોમાં પણ મંદિરો ખોલવામાં નહોતાં આવ્યાં ત્યારે ભારત સરકાર કે ભારતની જનતા મસ્જિદ બંધ રાખવાની કે પછી નમાઝ માટે પણ મસ્જિદમાં જવાની જે માગણી કરે છે એ ગેરવાજબી હોય એવું તો કોઈ કહી ન શકે. મારે વારંવાર કહેવું છે કે તમારે સમજવું પડશે. જો નહીં સમજો તો કોરોનાને તો લાગણીતંત્ર નામની કોઈ ચીજ નથી. એ તો ભરખવા જ આવ્યો છે અને ભરખતો જ રહેશે. જો નહીં સમજતો કોઈ ખુલાસો કરવા નહીં આવે અને તમારો ખુલાસો પણ કોઈ કામ નહીં લાગે. ટિકટૉક નામની ઍપ્લિકેશન પર પાકિસ્તાનના વિડિયો જુઓ તો તમને હસવું નહીં, દયા આવશે. મન થાય કે આ પ્રજાને કોણ સમજાવશે? કોણ તેમને કહેશે કે આને શ્રદ્ધા નહીં અંધશ્રદ્ધા કહેવાય અને ઇતિહાસ કહે છે, અઢળક પુરાવા પણ ઇતિહાસ પાસે છે કે અંધશ્રદ્ધા ભોગ લેવામાં માહેર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK