Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે રહેવાની આગાહી: કાલાવડમાં ઠંડીથી એકનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે રહેવાની આગાહી: કાલાવડમાં ઠંડીથી એકનું મોત

20 January, 2020 03:09 PM IST | Mumbai Desk

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે રહેવાની આગાહી: કાલાવડમાં ઠંડીથી એકનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે રહેવાની આગાહી: કાલાવડમાં ઠંડીથી એકનું મોત


ઉત્તર તરફના પવનો ફૂંકાતાંની સાથે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે આગામી ૨૪ કલાક ઠંડા અને સૂકા પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. બીજી તરફ જામનગર જિલ્લાના કાલાવડમાં ઠંડીને કારણે હાર્ટ-અટૅકથી એક યુવકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.

છેલ્લા ૩ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનુ પ્રમાણ વધ્યું છે. દરિયાકિનારાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે, પરંતુ દરિયાકિનારે ઉત્તર-પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી એકાએક તાપમાન ઘટી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આખો દિવસ ઠંડો પવન ફૂંકાવાની સાથે કોલ્ડ ડેની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે અને દિવસ દરમિયાન પણ લોકોને ઠંડીનો અહેસાસ થશે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યમાં કડકડતી ઠંડીના કારણે લોકો ઠૂંઠવાયા છે. આગામી ૨૪ કલાક ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.



રાજ્યમાં આજે સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી, પોરબંદરનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી, ભુજનું તાપમાન ૯ ડિગ્રી, અમરેલી, સુરેન્દ્રનગર, ન્યુ કંડલાનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી રહ્યું છે. એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા ભાગનાં શહેરનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી આસપાસ રહ્યું છે. જોકે ચાલુ વર્ષે રેકૉર્ડબ્રેક ઠંડી નોંધાઈ છે. ચાલુ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર પણ થઈ છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી લગાતાર લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. સાથે જ ઠંડીનું પ્રમાણ વધતાં જનજીવન પ્રભાવિત થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 03:09 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK