કોલાબા-વરલી વચ્ચે ૧૬ નવી ડબલ ડેકર બસ

Published: 7th November, 2012 05:40 IST

કોલાબા તથા વરલી વચ્ચે બેસ્ટે પહેલી નવેમ્બરથી નવી વધારાની ૧૬ ડબલ ડેકર બસ-સર્વિસ શરૂ કરી છે. બસ-નંબર ૧૨૪ સપ્તાહના કામના દિવસો દરમ્યાન દોડે છે. રવિવારે તેમ જ રજાના દિવસે આવી ચાર ડબલ ડેકર બસ દોડે છે. આ રૂટ પર ડબલ ડેકર બસ ઉપરાંત રવિવારથી નવ સિંગલ ડેકર બસ-સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે.



તાજેતરમાં કોલાબા-વરલી રૂટ પર ઘણા લોકો ટૅક્સીને બદલે બસમાં ધસારો કરતા જોવા મળ્યાં હતા એટલે બેસ્ટને આ નવી સર્વિસ શરૂ કરવાની ફરજ પડી છે. સીએસટીથી વરલી વચ્ચેનું ટૅક્સીભાડું ૧૩૦ રૂપિયા થાય છે, જ્યારે બસની ટિકિટ માત્ર ૧૫ રૂપિયા છે. સાઉથ મુંબઈના લોકો માટે બેસ્ટે આપેલી આ નવી બસ-સર્વિસ દિવાળીની થોડી વહેલી મળેલી ભેટ સમાન છે.

બેસ્ટ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK