Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ કોસ્ટલ રોડનું કામ ૧૭ ટકા પૂરું થયું: પાલિકા કમિશનર

મુંબઈ કોસ્ટલ રોડનું કામ ૧૭ ટકા પૂરું થયું: પાલિકા કમિશનર

22 December, 2020 09:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ કોસ્ટલ રોડનું કામ ૧૭ ટકા પૂરું થયું: પાલિકા કમિશનર

નેપિયન સી રોડ પર કોસ્ટલ રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તેની ફાઈલ તસવીર (તસવીર: સૈયદ સમીર આબેદી)

નેપિયન સી રોડ પર કોસ્ટલ રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તેની ફાઈલ તસવીર (તસવીર: સૈયદ સમીર આબેદી)


મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવવા આઠ લાઇનના મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં ૧૭ ટકા કામ પૂર્ણ થયું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવને ઉત્તર મુંબઈમાં બોરીવલી સાથે જોડવા માટેના શિવસેનાના નેતૃત્વ હેઠળની બીએમસીએ ૨૯૦૨ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ હાથ પર લીધું હતું.



પત્રકારો સાથે ૧૨,૭૨૧ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના કાર્યની છેલ્લી સ્થિતિ વિશે વાત કરતાં બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે આ કોસ્ટલ રોડ જુલાઈ ૨૦૨૩ સુધીમાં કાર્યાન્વિત થશે.


ઑક્ટોબર ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ અગાઉ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવા નિર્ધારાયો હતો, પરંતુ કોર્ટ કેસને કારણે તે વિલંબમાં પડ્યો હતો.

છેલ્લા કેટલાક મહિનાઓમાં એટલે કે નવેમ્બર મહિના સુધીમાં લગભગ ૧૨૮૧ કરોડ રૂપિયાના ખર્ચે કામ કરાયું હતું, જે હિસાબે અત્યાર સુધીમાં અંદાજે ૧૭ ટકા કામ પૂર્ણ થયું છે, એમ કમિશનર ચહલે જણાવ્યું હતું.


આ પ્રોજેક્ટ માટે અરબી સમુદ્રમાંથી લગભગ ૧૭૫ એકર જમીન પાછી મેળવવામાં આવી છે તથા વધુ ૧૦૨ એકર જમીન પાછી મેળવવામાં આવશે એમ જણાવતાં ઇકબાલ સિંહ ચહલે વધુમાં ઉમેર્યું હતું કે અરબી સમુદ્રમાં મેળવવામાં આવેલી જમીનમાં ૩૯.૬ ફુટનું પરિઘ ધરાવતી વિશ્વની સૌથી લાંબી ૪૦૦ મીટર લાંબું ટનલ બોરિંગ મશીન પૂર્ણપણે એસેમ્બલ કરવામાં આવ્યું છે. જેની મદદથી મરીન લાઇન્સ અને પ્રિયદર્શિની પાર્ક વચ્ચે ૧૯૨૦ મીટર લાંબી ટ્વીન ટનલ બાંધવાનું કામ ૭ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK