કોરોનાના કેસ વધવાને કારમે ઉત્તરાખંડ સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢથી ઉત્તરાખંડ પહોંચનારા લોકોનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના બધા રેલવે સ્ટેશન અને ઍરપૉર્ટ પર આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે આ નિયમનું પાલન બધાંએ કરવાનું છે.
વેક્સીનેશન પછી અત્યાર સુધી 19 લોકોએ ગુમાવ્યો જીવ
દેશમાં વેક્સીનેશન ડ્રાઇવ પણ ઝડપી બની છે. અત્યાર સુધી એક કરોડ 14 લાખથી વધારે હેલ્થ કૅર અને ફ્રન્ટ લાઇન વર્કર્સને વેક્સીન આપી દેવામાં આવી છે. તેમાં 75 લાખ 40 હજાર 602 હેલ્થ કૅર વર્કર્સ અને 38 લાખ 83 હજાર 492 ફ્રન્ટ લાઇન વર્કર્સ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે વેક્સીનેશન પછી અત્યાર સુધી 46 લોકોને ગંભીર સાઇડ ઇફેક્ટ્સની ફરિયાદને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી 26 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે અને એકની સારવાર થઈ રહી છે. 19 લોકો એવા પણ છે જેમનું નિધન થઈ ગયું છે. જો કે, તેમના નિધનનું કારણ જૂદું જૂદું રહ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના પછી સરકારે કડક વલણ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પૂર્વ સાંસદ ધનંજય મહાડિક અને બે અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. મહાડિકના દીકરાના લગ્ન દરમિયાન કોરોના ગાઇડલાઇન્સમાં આપેલા નિયમો તોડવામાં આવ્યા હતા. આ લગ્નમાં NCP ચીફ શરદ પવાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના ડિપ્ટી CM દુષ્યંત ચૌટાલા સહિત ઘણાં મોટા નેતા પહોંચ્યા હતા. કેટલાય નેતાઓએ માસ્ક પણ પહેર્યા નહોતા.
મહારાષ્ટ્રમાં સ્થિતિ જોતા BMC કમિશ્નર ઇકબાલ ચહલે કહ્યું કે અમારી માટે આગામી 12 દિવસ મહત્વના છે. આપણે કડકાઇ દર્શાવવી પડશે. લગ્ન પાર્ટીઓમાં નિયમોનું ઉલ્લંઘન થતા દુલ્હા-દુલ્હન અને તેમના પરિજનો પર FIR નોંધાવવામાં આવશે. હવે લગ્નની પાર્ટીમાં 50 લોકો જ સામેલ થઈ શકશે. તેમણે શંકા દર્શાવી છે કે કોરોના વેરિએંટ્સ ઝડપથી કેસ વધવાનું કારણ હોઇ શકે છે.
મહારાષ્ટ્રની સાથે-સાથે દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે વેક્સીનેશન અને કોવિડ મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ કરી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર હતા. આ દરમિાન શાહે કોરોનાા વધતા કેસને અટકાવવા માટે તત્કાલ પગલાં લેવા કહ્યું.
મહારાષ્ટ્ર
રાજ્યમાં સોમવારે 5,210 લોકો કોરોના સંક્રમિત મળ્યા. 5,035 દર્દીઓ સ્વસ્થ થયા અને 18ના નિધન થઈ ગયા. અત્યાર સુધી 21 લાખ 6 હજાર 92 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 19 લાખ 99 હજાર 982 લોકો સ્વસ્થ થઈ ગયા છે. 51 હજાર 806 લોકોએ આ મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. 51 હજાર 113 દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે.
ગુજરાત
અહીં સોમવારે 315 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. 272 લોકો સ્વસ્થ થયા અને એકનું નિધન થયું. અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 419 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાઁથી 2 લાખ 61 હજાર 281 લોકો સ્વસ્થ થયા, જ્યારે 4406 દર્દીઓનું નિધન થયું. 1,732 દર્દીઓ એવા છે જેમની સારવાર થઈ રહી છે.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST