નીતિન ગડકરીએ નાગપુરમાં અલગ વિદર્ભનો રાગ આલાપ્યો

Published: 24th November, 2014 05:42 IST

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ અલગ વિદર્ભ રાજ્ય વિશે  ગંભીર હોવાનું જણાવતાં આ માટે કૉન્ગ્રેસનો ટેકો માગ્યો હતો.


nitin gadkari


તેઓ નાગપુરમાં એક કાર્યક્રમ ‘વિકાસની રાજનીતિ’માં બોલી રહ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ પણ હાજર હતા. ગડકરીએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં BJPએ વચન આપ્યું હતું કે સત્તામાં આવતાં એ અલગ વિદર્ભની રચના કરશે. પાર્ટીએ આ વિશે ભુવનેશ્વરની નૅશનલ એક્ઝિક્યુટિવ બેઠકમાં આ વિશે ઠરાવ પસાર કર્યો હતો તેથી એમાંથી પાછળ હટવાનો કોઈ સવાલ નથી.’

ભ્રષ્ટાચાર વિશે ગડકરીએ જણાવ્યું હતું કે આ માટે કાયદાઓમાં બદલાવની જરૂર છે. અમે આ વિશે શરૂઆત કરી છે. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીનું કામકાજ ઑનલાઇન કરવું એ આ દિશામાં પહેલું પગલું છે.’

આ જ સમારંભમાં બોલતાં પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં અમારી સરકાર વખતે મીડિયા દ્વારા ભ્રષ્ટાચારનો સતત પ્રચાર થવાથી યુવા પેઢીએ ચૂંટણીમાં અમને મત આપ્યા નહોતા. કેન્દ્ર અને રાજ્ય સ્તરે મિશ્ર સરકારની કેટલીક મજબૂરીઓને લીધે અમે ભ્રષ્ટાચાર સામે અસરકારક પગલાં લઈ શક્યા નહોતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK