વિજલપોર પાલિકાના પ્રમુખને ઉપપ્રમુખે થપ્પડ ઝીંકી દીધી

Published: Dec 28, 2019, 12:04 IST | Ronak Jani | Navsari

નવસારીમાં બીજેપીની શિસ્તના લીરા ઉડાવતી ઘટના

પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારનાર ઉપપ્રમુખ સંતોષ પુંડકર.
પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારનાર ઉપપ્રમુખ સંતોષ પુંડકર.

નવસારી જિલ્લાની ચાર નગરપાલિકા પૈકી સૌથી વધારે વિવાદમાં રહેતી વિજલપોર નગરપાલિકા ફરી એક વાર ચર્ચામાં આવે છે. વિજલપોર પાલિકાને નવસારી નગરપાલિકામાં સમાવવાના મુદ્દે મામલો ગરમાયો હતો, જેમાં ઉપપ્રમુખે પાલિકા પ્રમુખને બોચીમાં પકડીને ઉપરાછાપરી બેથી ત્રણ થપ્પડ મારી દેતાં પાલિકામાં રાજકારણ ગરમાયું હતું અને અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

vejalpor

નવસારી નગરપાલિકાની હદનું વિસ્તરણ કરાવવાનું હોઈ આસપાસનાં ૮ જેટલાં ગામો અને સાથે પાલિકાને અડીને આવેલી વિજલપોર નગરપાલિકાને સાથે સમાવવાની તજવીજ ચાલુ છે ત્યારે વિજલપોર નગરપાલિકા પાસે રાજ્ય સરકાર દ્વારા સંમતિ માગવામાં આવી છે. આ બાબતે નગરપાલિકામાં ભળવું કે કેમ એ અંગે વિજલપોર પાલિકાની એક ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એમાં પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ ઉપપ્રમુખ સંતોષ પુડકરને વચ્ચે બોલવા ન દેતાં તોછડાઈથી વાત કરી હતી, જેના પગલે સભાના અધ્યક્ષ સ્થાને બેઠેલા પ્રમુખ અને ચીફ ઑફિસરની બાજુમાં બેઠેલા અને ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખને ગરદનથી પકડી લઈ ઉપરાછાપરી બેથી ત્રણ થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાના પગલે પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી.

સુરતમાં બીજેપી અને કૉન્ગ્રેસના કૉર્પોરેટરો બાખડ્યા

સુરત મહાનગરપાલિકામાં શુક્રવારનો દિવસ ભારે ધમાચકડીવાળો રહ્યો હતો. પાણીના મીટર અને વેરાવધારાના મુદ્દે જ્યાં કૉન્ગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાયું હતું તો આ જ મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસના નેતાઓ આમનેસામને આવ્યા હતા તો સામાન્ય સભામાં સિટી બસના કાળાબજાર મુદ્દે બીજેપીનાં મહિલા કૉર્પોરેટર કૉન્ગ્રેસના પુરુષ કૉર્પોરેટરને મારવા દોડ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK