સિડકોએ ઍરપોર્ટની જમીન માટે એક પરિવારને રૂપિયા ૩૧૭૬ કરોડ ચૂકવવા પડશે?

Published: Oct 16, 2014, 03:18 IST

સિડકોને નવી મુંબઈ ઍરપોર્ટ માટે લીધેલી જમીનના બદલામાં કલ્યાણના એક કુટુંબને ૧૫૭ એકર જમીનનું વળતર બજારભાવ પ્રમાણે ચૂકવવાનો હુકમ મુંબઈ હાઈ કોર્ટે કર્યો હતો.


આ જમીન વિશે જસ્ટિસ અનુપ મોહતા અને જસ્ટિસ અમજદ સૈયદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ‘વી. ડી. બિવાલકર ફૅમિલીની માલિકીની આ જમીન પર રાજ્ય સરકારનો કોઈ હક નહોતો એટલે સિડકો એ જમીન લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટની જોગવાઈઓને અનુસર્યા વિના હસ્તગત કરી ન શકે. તેથી સંબંધિત પરિવારને સિડકોની હાલની સ્કીમ હેઠળ જમીનનું વળતર ચૂકવવામાં આવવું જોઈએ.’

આ ચુકાદાના અનુસંધાનમાં હવે સિડકોએ જમીનના માલિકોને બજારભાવ પ્રમાણે ચોરસ મીટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાનો ભાવ આપવો પડશે. એ ઉપરાંત એ ફૅમિલીને કાયદેસર રીતે ૧૯,૬૨૫ એકર ડેવલપ્ડ જમીન આપવી પડશે. વી. ડી. બિવાલકરને ‘ઇનામ’ તરીકેનો ઇલ્કાબ મળ્યો હતો અને ૧૯૩૯માં એ વખતની અંગ્રેજ સરકારની પ્રિવી કાઉન્સિલે એ ઇલ્કાબ (ટાઇટલ)ને બહાલી આપી હતી. એના આધારે એ પરિવારે જમીન પર માલિકીહકનો દાવો કરતી અરજી કરીને કોર્ટને રાજ્ય સરકાર તથા સિડકોને એ જમીન પાછી આપવા અથવા લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ એક્ટ હેઠળ પ્રાપ્ત કરવાના નિર્દેશો આપવાની માગણી કરી હતી. તેથી હાલના બજારભાવ પ્રમાણે સરકારે આ જમીન માટે અંદાજે ૩૧૭૬ કરોડ રૂપિયા ચૂકવવાના થાય એવી શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK