કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન ICUમાં

Published: 20th September, 2020 17:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ચિરાગ પાસવાને બિહારમાં ન આવી શકવાનું કારણ આપ્યું જેમાં આ વાત સામે આવી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત બગડતા તે દિલ્હીની એક હૉસ્પિટલમાં એડમિટ થયા હોવાનું તેમના પુત્ર લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું છે. ચિરાગ પાસવાને બિહારમાં ન આવી શકવાનું કારણ આપ્યું જેમાં આ વાત સામે આવી હતી. પિતા હંમેશા મને બિહાર જવાની સલાહ આપે છે પણ તેમની તબિયતને જોતા આ શક્ય નથી, એમ પણ તેણે કહ્યું હતું.

રામવિલાસ પાસવાન 24 ઑગસ્ટથી દિલ્હીની એક હૉસ્પિટલમાં એડમિટ છે. રૂટિન ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત બગડતા હવે ICUમાં છે.

બિહારની રાજનીતિ બાબતે ચિરાગ પાસવાને કહ્યું કે, એનડીએ સાથે સીટ બાબતે કે બિહારના ભવિષ્ય માટે કોઈ પણ વાતચીત થઈ નથી. એનડીએમાં સીટને લઈને ઘણી અટકળો છે. હાલ બિહાર સરકાર જે સાત નિશ્ચય કાર્યક્રમ સાથે કામ કરી રહી છે તે એનડીએનો એજન્ડા નથી.  

ચિરાગ પાસવાને લખેલા ઓપન લેટરમાં આશા વ્યક્ત કરી કે પિતા જલદી જ ઠીક થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK