ચીનમાં વૈજ્ઞાનિકોની ટીમ રોજબરોજ નવી-નવી શોધ કરી રહી છે. કેટલાક દિવસ પહેલાં વૈજ્ઞાનિકોની ટીમે ૨૯ મિનિટમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરવા માટે એક કિટ ડેવલપ કરી હતી. હવે એનાથી આગળ વધતાં વૈજ્ઞાનિકોની ટીમે એક નવી ઍન્ટિબોડી ટેસ્ટિંગ કિટ ડેવલપ કરી છે. આ કિટમાં લોહીનું એક ટીપુ નાખી પરીક્ષણ કરવામાં આવશે. કોરોના વાઇરસની જાણકારી મળ્યા બાદ ૧૫ મિનિટની અંદર એનાથી બચવાની રીત અપનાવી શકાય છે. ચીની મીડિયા અનુસાર આ કિટનો ઉપયોગ નવી જગ્યાઓ પર શરૂ કરી દેવામાં આવ્યો છે જેના થકી એવા દરદીઓની સારવાર શરૂ કરી શકાય.
જર્મનીની 70 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં આવી શકે છે : અન્ગેલા મેર્કલ
કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં ખોફનો માહોલ છે. મોતના વધી રહેલા આંકડાથી દુનિયાભરના દેશો ગભરાઈ ઊઠ્યા છે. હાલમાં દુનિયામાં આ વાઇરસના કારણે ૪૬૩૪ લોકોનાં મોત થયાં છે. ૧.૨૬ લાખ લોકો હજી એના બીમાર છે. આ સ્થિતિની વચ્ચે સૌથી વધારે ચોંકાવનારું નિવેદન જર્મનીના ચાન્સેલર અન્ગેલા મેર્કલે આપ્યું છે. તેમનું કહેવું છે કે જર્મનીના ૭૦ ટકા લોકો કોરોના વાઇરસની ચપેટમાં આવી શકે છે. જર્મનીમાં તબીબી તૈયારીઓ પણ ઓછી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે જર્મનીમાં ૧૩૦૦ લોકો કોરોનાના કારણે બીમાર છે. જર્મનીમાં ૧૦૦૦થી વધારે લોકો ભેગા થવાના હોય એવા તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. મેર્કલે કહ્યું હતું કે હાલમાં તો બચાવ માટે કોઈ રસી નથી ત્યારે જર્મનીમાં ૭૦ ટકા વસ્તી એની ચપેટમાં આવી શકે છે. સરકારની પ્રાથમિકતા એ છે કે આ વાઇરસનો ફેલાવો અટકાવવામાં આવે.
દુનિયાની સામે અચાનક પ્રગટ થયા ચીનના અબજોપતિ જેક મા, આપ્યો સંદેશ
21st January, 2021 11:38 ISTચીનઃ મહિનાઓ સુધી ગાયબ રહ્યા પછી એકાએક આવ્યા સામે જૅક મા, તોડ્યું મૌન
20th January, 2021 14:47 ISTપાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી
20th January, 2021 14:23 ISTચીનમાં આઇસક્રીમની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી
18th January, 2021 09:13 IST