Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Viral Video: ખેડૂતના ઘરમાં નીકળ્યો દ્વિમુખી સાઁપ, જુઓ વીડિયો

Viral Video: ખેડૂતના ઘરમાં નીકળ્યો દ્વિમુખી સાઁપ, જુઓ વીડિયો

04 November, 2019 08:54 PM IST | china

Viral Video: ખેડૂતના ઘરમાં નીકળ્યો દ્વિમુખી સાઁપ, જુઓ વીડિયો

Viral Video: ખેડૂતના ઘરમાં નીકળ્યો દ્વિમુખી સાઁપ, જુઓ વીડિયો


સાંપ તો બધાંએ જોયા હશે, પણ આવો દ્વિમુખી સાઁપ હોય તો પછી તેને જોવાની ઉત્સુકતા વધી જાય છે. ચીનમાં એક ખેડૂતના ઘરમાં એક દ્વિમુખી સાઁપ નીકળ્યો છે, જેને જોઈને તે હેબતાઈ ગયો. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે, ખેડૂત સેનઝાઉએ જણાવ્યું કે સોમવારે સવારે આ સાંપ તેના ઘરમાં નીકળ્યો. આ ઘટના ચીનના હેબેઈ પ્રાંતના એક ગામડાની છે.

સેનઝાઉએ જણાવ્યું કે તેણે કોઇક રીતે તે સાઁપને પકડી લીધું અને એક વાસણમાં રાખી દીધો જેથી બીદા લોકો પણ આ દુર્લભ સાઁપને જોઈ શકે. ગામડાંમાં જ્યારે લોકોને સેનેઝાઉના ઘરે દ્વિમુખી સાઁપ નીકળવાની ખબર પજી તો તે તેને જોવા માટે પહોંચવા લાગ્યા. કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવી લીધો. જો કે, પછીથી તે સાઁપ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. એક બાળકે કુતુહલવલ તે વાસણને ખખડાવ્યું અને દરમિયાન જ સાઁપ ત્યાથી ભાગી ગયો.



ચીનના સરકારી ન્યૂઝપેપર પીપલ્સ ડેલીએ દ્વિમુખી સાઁપનો વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. તમે પણ જુઓ આ દુર્લભ વીડિયો...



આ વીડિયોને આજે સવારે શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 28 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને અનેક લોકો રિટ્વીટ પણ કર્યો છે, જ્યારે અનેક લોકોએ લાઇક પણ કર્યું છે. કેટલાક યૂઝર્સ તો આ દુર્લભ સાઁપને જોઈને ચકિત પણ થયા છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

જણાવીએ કે ભારતમાં પણ દ્વિમુખી સાંપ જોવા મળે છે. દેમાં રેડ સેન્ડ બોઆ સ્નેકની પ્રજાતિનો વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. આના વિશે કહેવામાં આવે છે કે તેને ખાવાથી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે અને કેટલીય બીમારીઓમાં લાભ મળે છે. પણ આ એક અંધવિશ્વાસ સિવાય કંઈ પણ નથી. કેટલાક લોકો તો આવા સાંપને ભાગ્યશાળી માનીને ખરીદે છે જેથી તેમના નસીબ ઉઘડી જાય.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 08:54 PM IST | china

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK