અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોને પોતાના દર્શાવવા બદલ ચીનને ભારતે આપી ચેતવણી

Published: 24th November, 2012 07:17 IST

ચીનાઓની ચાલાકીનો જવાબ આપતાં ભારતે હવે ઈ-પાસર્પોટમાં અક્સાઇ ચીન અને અરુણાચલને પોતાના વિસ્તારમાં બતાવવાનું શરૂ કરી દીધું છેભારત અને ચીન વચ્ચે નકશાનો વિવાદ વકરતો જાય છે. અગાઉ ચીને તેના ઈ-પાસર્પોટમાં અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાનું શરૂ કર્યું હતું. ચીનની આ ગુસ્તાખી સામે નારાજગી વ્યક્ત કરતાં ભારતે ગઈ કાલે સત્તાવાર રીતે ચીનને કહી દીધું હતું કે આ બાબત કદાપી સ્વીકારવામાં નહીં આવે. એટલું જ નહીં, ભારતે હવે ઈ-પાસર્પોટમાં અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશનો પોતાનો વિસ્તાર દર્શાવવાનું શરૂ કર્યું છે.

ભારતના વિદેશપ્રધાન સલમાન ખુરશીદે ગઈ કાલે ચીને ભારતીય વિસ્તારોને પોતાના પ્રદેશ ગણાવતા નકશા જાહેર કર્યા એ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આ બાબત સ્વીકારવા અમે સહેજ પણ તૈયાર નથી.’

આ તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે બિનજરૂરી અરાજકતા સર્જાતી રોકવા માટે બન્ને દેશ મળીને આ પ્રશ્નો ઉકેલ લાવશે. ચીને એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દાનો શાંતિપૂર્વક ઉકેલ આવશે.

થોડા સમય પહેલાં જ ચીન સરકારે નવા ઈ-પાસર્પોટ ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે, જેમાં વૉટરમાર્ક ધરાવતા નકશામાં અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશને ચીનની હદમાં દર્શાવવામાં આવ્યા છે. વળતા જવાબમાં ભારત સરકારે આ બન્ને વિસ્તારો ભારતીય હદમાં દર્શાવતા વીઝા ચીનના નાગરિકોને ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે. અગાઉ પણ ચીને જમ્મુ-કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવી આ રાજ્યના નાગરિકોને અલગ વીઝા ઇસ્યુ કરતાં વિવાદ પેદા થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK