Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીનમાં દીકરીની હત્યાના આરોપીએ ૧૩ બાળકોને કચડી નાખ્યાં

ચીનમાં દીકરીની હત્યાના આરોપીએ ૧૩ બાળકોને કચડી નાખ્યાં

26 December, 2012 05:48 AM IST |

ચીનમાં દીકરીની હત્યાના આરોપીએ ૧૩ બાળકોને કચડી નાખ્યાં

ચીનમાં દીકરીની હત્યાના આરોપીએ ૧૩ બાળકોને કચડી નાખ્યાં


આ શૉકિંગ ઘટના ઉત્તર ચીનના ફેંગનિંગ નામના શહેરમાં બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ૪૮ વર્ષના યીન ટાઇજુન નામના માણસે પોતાની કાર પુરજોશમાં શહેરની એક સ્કૂલનાં બાળકો સાથે ટકરાવી હતી.

આ ઘટનામાં ઘવાયેલાં ૧૩ બાળકોમાંથી કેટલાંકની ખોપરીમાં ફ્રૅક્ચર થયું હતું તો કેટલાંક બાળકોના પગ કચડાઈ ગયા હતા. પોલીસે એમ પણ કહ્યું હતું કે જાણીજોઈને ઍક્સિડન્ટ કર્યા બાદ યીને ડીઝલ છાંટીને કાર સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેની કારમાં વિસ્ફોટકો ભરેલા હતા એટલું એવું મનાઈ રહ્યું છે કે તેનો ઇરાદો સ્કૂલમાં વિસ્ફોટ કરવાનો હતો. પોલીસ તપાસમાં યીને ઇરાદાપૂર્વક ઍક્સિડન્ટ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો, પણ પોલીસનું કહેવું હતું કે કોર્ટે યીનને તેની દીકરીની હત્યાના કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો એટલે ગુસ્સે થઈને તેણે આ પગલું ભર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં યીનની દીકરીની હત્યા થઈ હતી. અગાઉ ૧૪ ડિસેમ્બરે ચીનના હેનાન પ્રાંતમાં પણ એક માણસે આડેધડ ચાકુ વીંઝીને ૨૩ બાળકોને ઘાયલ કર્યા હતાં. ચીનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ પ્રકારના હુમલાની સંખ્યામાં વધારો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2012 05:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK