PM મોદી સહિત દેશના અગ્રણી નાગરિકોના ડેટા ચીને ચોરી કર્યા?

Published: Sep 14, 2020, 18:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાષ્ટ્રપતિથી લઈને મુખ્યપ્રધાનો, સંસદસભ્યો, ખેલાડીઓ, બૉલીવુડ સેલેબ્ઝ અને ઉદ્યોગપતિઓની જાસૂસી કરી રહી છે. ચીનની સરકાર અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલી ટેકનોલોજી કંપની જેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા જાસૂસી થઈ રહી છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. લદ્દાખ વિવાદને લઈ અમેરિકન અખબાર 'ન્યૂઝવીક'ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ચીનના આશરે ૬૦ સૈનિકો માર્યા ગયા હતા, ભારતીય સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પર ભારે પડી હતી. ગલવાનમાં થયેલી કાર્યવાહી બાદ ચીન ડરી ગયું હતું.

હવે ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિથી લઈને મુખ્યપ્રધાનો, સંસદસભ્યો, ખેલાડીઓ, બૉલીવુડ સેલેબ્ઝ અને ઉદ્યોગપતિઓની જાસૂસી કરી રહી છે. ચીનની સરકાર અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલી ટેકનોલોજી કંપની જેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા જાસૂસી થઈ રહી છે. ચીને કયા પ્રકારના ડેટાનું કલેક્શન કર્યું છે, તેમ જ આ હાઈબ્રિડ વૉરફેર ચિંતા ઉભી કરશે.

ચીનની ટેકનોલોજી કંપની રાજનીતિ, સરકાર, વ્યવસાય, મીડિયા અને સિવિલ સોસાયટીને ટાર્ગેટ કરે છે. ચીની ઈન્ટલીજન્સ, મિલેટ્રી અને સિક્યોરિટી એજન્સીઓ સાથે કામ કરવાનો દાવો કરનારી કંપની જેનહુઆ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અન્ય ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્ટ કરીને ઈન્ફોર્મેશન લાઈબ્રેરી તૈયાર કરે છે. દરેક માહિતી એકત્ર કર્યા બાદ આર્ટિફિશિયલ ઈન્ટલીજન્સ દ્વારા કોણ ક્યા જઈ રહ્યું છે તેની માહિતી પણ મળી શકે છે.

સ્થાનિક સુરક્ષા એજન્સીઓ કાયદા-વ્યવસ્થા બનાવી રાખવા માટે આ ડેટાનો ઉપયોગ કરે છે, પરંતુ વિદેશી તાકત આનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે. નાની અને સામાન્ય ગણાતી આ માહિતીઓનો ઉપયોગ ખોટા કામ માટે પણ થઈ શકે છે. જાસૂસી કરનારી કંપની જેનહુઆ પોતે આને હાઈબ્રિડ વૉરફેર કહે છે.

વર્ષ 1999ની શરૂઆતમાં ચીનની પીપલ્સ લુબરેશન આર્મીએ અપ્રતિબંધિત યુદ્ધના રૂપમાં હાઈબ્રિડ વૉરફેરની રૂપરેખા બનાવી જેમાં સૈન્ય યુદ્ધને રાજનીતિક, આર્થિક અને ટેકનોલોજીના રૂપમાં બદલવામાં આવી.

થોડા દિવસો પહેલા જ ભારતે ઘણી ચાઈનીઝ એપ્પ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જોકે આની અસર જેનહુઆના કામ ઉપર અસર પડે તેવી શક્યતા ઓછી છે. તાજેતરમાં જ રિપોર્ટ આવ્યા કે, ચીન સોશ્યલ મીડિયાના માધ્યમે અમેરિકા અને યુરોપમાં સંવેદનશીલ સૈન્ય, ગુપ્ત અને આર્થિક માહિતી એકઠી કરી રહી છે. આથી ભારત ઉપર પણ જાસૂસી થતા ચિંતાનો વિષય છે.

વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમનું કુટુંબ, મુખ્યપ્રધાન મમતા બેનર્જી, અશોક ગહલોત, અમરિંદર સિંહ, ઉદ્ધવ ઠાકરે, નવીન પટનાયક, શિવરાજ સિંહ ચૌહાણ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, નાણા પ્રધાન નિર્મલા સિતારામન, ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની, રેલવે પ્રધાન પીયુષ ગોયલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, સેનાના ઓછામાં ઓછા 15 પૂર્વ પ્રમુખો, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એસએ બોબડે, રતન તાતા, ગૌતમ અદાણી વગેરેની જાસૂસી થઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK