૩૦,૦૦૦ પંખીઓ માટે ૧૯૨ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું બે કિલોમીટર લાંબું નૉઇસ બેરિયર

Published: Jul 22, 2019, 09:01 IST | ચીન

ચીનના ગુઆન્ગડૉન્ગ પ્રાંતના જિઆંગમેન શહેરમાં વિશ્વનું સૌપ્રથમ હાઇ સ્પીડ રેલ નૉઇઝ બેરિયર બનાવવામાં આવ્યું છે. ૩૫૫ કિલોમીટર લાંબા જિઆંગમેન-ઝાન્જિઆંગ હાઈ સ્પીડ રેલવે ટ્રૅક પર વેટલૅન્ડ પાસેના બે કિલોમીટરના ટ્રૅક પર આ બેરિયર બનાવવામાં આવ્યું છે.

ચીનના ગુઆન્ગડૉન્ગ પ્રાંતના જિઆંગમેન શહેરમાં વિશ્વનું સૌપ્રથમ હાઇ સ્પીડ રેલ નૉઇઝ બેરિયર બનાવવામાં આવ્યું છે. ૩૫૫ કિલોમીટર લાંબા જિઆંગમેન-ઝાન્જિઆંગ હાઈ સ્પીડ રેલવે ટ્રૅક પર વેટલૅન્ડ પાસેના બે કિલોમીટરના ટ્રૅક પર આ બેરિયર બનાવવામાં આવ્યું છે. આ રેલવે લાઇન વેટલૅન્ડથી ૮૦૦ મીટર દૂર છે ને અહીં એક નાનકડા ટાપુ જેવું છે જેમાં વિશાળ વટવૃક્ષો છે. આ વડ પર હજારો પંખીઓના માળા છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ રેલવે ટ્રૅક બનવાનું શરૂ થયું ત્યારે સ્થાનિકો અને પંખીપ્રેમીઓએ વિરોધ કર્યો. લોકોનું કહેવું હતું કે રેલવેના અવાજને કારણે પંખીઓને તકલીફ થશે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

આ વાતની બબાલ વધતાં સ્થાનિક ઑથોરિટીએ વેટલૅન્ડની આસપાસના લગભગ બે કિલોમીટરના ટ્રૅક પર નૉઇઝ બેરિયર બનાવ્યું છે. આ બનાવતાં ત્રણ વર્ષ લાગ્યાં અને એમાં ૧૯૨ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો. એમાં ૪૨,૨૬૦ નૉઇસ ઍબ્ઝોર્બર લગાવવામાં આવ્યા છે. આ બેરિયર એટલું અસરકારક છે કે એને કારણે ટ્રેનનો અવાજ માત્ર ૦.૨ ડેસિમલ જેટલો નાનો થઈ જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK