Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીનને ખાવાના પણ ફાંફાં?

ચીનને ખાવાના પણ ફાંફાં?

25 October, 2020 08:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચીનને ખાવાના પણ ફાંફાં?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


વિશ્વમાં પોતાને શક્તિશાળી દેશ માનતું ચીનનાં ઘર આંગણે ખાવાના પણ ફાંફાં પડી રહ્યાં છે. ચીન વર્તમાન સમયમાં ભયંકર ખાધ્યાન્ન સંકટ સામે ઝઝુમી રહ્યું છે.

અર્થશાસ્ત્રીઓના મતે છેલ્લા કેટલાક સમયથી ચીન સતત દુનિયાભરના દેશો સાથે કરવામાં આવેલા અનેક ખાધ્યાન્ન સોદાઓ રદ્દ કરવા લાગ્યું છે. સાથો સાથ ચીન વિદેશમાંથી મોટાભાયે ખાધ્ય પદાર્થો અને અન્ન આયાત કરવા લાગ્યું છે. ચીન ખેતી માટે વિદેશમાં ખેતીલાયક જમીનના પટ્ટાઓ પણ શોધવા લાગ્યું છે.



આ વર્ષે ચીનનો ખાદ્ય ફુગાવો 13.2 ટકા વધ્યો છે. ચીન દુનિયાભરમાંથી ખાદ્ય ઉત્પાદનોની આયાતનો સહારો લઈ રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે, ચીનને લગભગ બધી જ મુખ્ય ખાદ્ય પદાર્થોની આયાત કરવી પડી રહી છે. ચીનમાં સૌથી વધારે ખપતવાળા માંસ એવા સુવરની કિંમતોમાં 86 ટકા સુધીનો વધારો થયો છે.


ચીનના કસ્ટમ વિભાગના આંકડા દર્શાવે છે કે, વર્ષના પહેલા 6 માસિકમાં અનાજની આયાતમાં 22.7%નો વધારો થયો છે. આ વર્ષે જુનમાં ચીનની ઘઉંની આયાત 7 વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયું છે. જુન 2020 દરમિયાન 9.10 લાખ ટન ઘઉંની આયાત કરી. તેનો અર્થ એ છે કે દરવર્ષના આધાર પર 197 ટકાનો વધારો થયો છે. આ સિવાય તેણે 8.80 લાખ ટન મકાઈ, 6.80 લાખ ટન જુવાર અને 1.40 લાખ ટન ખાંડની આયાત કરી છે. ચીનમાં હવે ખેતી યોગ્ય જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય અનુસાન તેની ખેતી યોગ્ય જમીન સતત ચાર વર્ષથી ઘટી રહી છે. ગત વર્ષની તુલનામાં 60,900 હેક્ટર ખેતીલાયક જમીન ઘટી છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK