ભારત પહેલા ચીને મારી બાજી, રશિયન S-400 મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ

Published: 27th December, 2018 19:32 IST | China

ચીને રશિયા પાસેથી ખરીદેલી એસ-400 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ જ મિસાઇલ ભારતે પણ અમેરિકાનો પ્રતિબંધ હોવા છતાં રશિયા પાસેથી ખરીદી હતી.

ચીને રશિયન મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. (ફાઇલ)
ચીને રશિયન મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. (ફાઇલ)

ચીને રશિયા પાસેથી આયાત કરેલા એસ-400 મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વકનું પરીક્ષણ કરી લીધું છે, જે માટે અમેરિકાથી પ્રતિબંધની ધમકી પર ચિંતાઓ છતાં ભારતે તાજેતરમાં જ હસ્તાક્ષર કર્યા છે. ચીની સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ પહેલીવાર આ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. તેની ડિલીવરી રશિયાએ જૂલાઈમાં કરી દીધી હતી. ચીન અને રશિયાની વચ્ચે વર્ષ 2014માં આ ડિફેન્સ સિસ્ટમ માટે 3 બિલિયન ડોલરમાં ડીલ થઈ હતી. ભારતને રશિયાની એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી ક્યારે થશે તેની કોઈ તારીખ હજુ સુધી સામે નથી આવી.

જણાવવામાં આવી રહ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સે ગયા મહિને એસ-400નું પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન એસ-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમે લગભગ 250 કિલોમીટર દૂર 'સિમ્યુલેટેડ બેલેસ્ટિક લક્ષ્ય'ને સફળતાપૂર્વક નષ્ટ કર્યું. તે લક્ષ્ય તરફ 3 કિલોમીટર પ્રતિ સેકન્ડની સુપરસોનિક ગતિથી આગળ વધ્યું. હોંગકોંગ સ્થિત દક્ષિણ ચીન મોર્નિંગ પોસ્ટે ગુરૂવારે રશિયન મીડિયા રિપોર્ટ્સના હવાલાથી આ જાણકારી આપી.

જોકે પરીક્ષણના સ્થળનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે ભારતે રશિયાની સાથે હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસ દ્વારા કાઉન્ટરિંગ અમેરિકાના સલાહકારોના માધ્યમથી પ્રતિબંધિત અધિનિયમ (CAATSA) હેઠળ પ્રતિબંધોની ધમકી છતાંપણ આ વર્ષે ઓક્ટોબરમાં આ પ્રણાલીને ખરીદવા માટે 5 બિલિયન અમેરિકન ડોલરના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત ઇચ્છે છે કે લાંબા અંતરની મિસાઇલ આપણા એર ડિફેન્સ તંત્રને મજબૂત કરે, ખાસ કરીને 3499 કિલોમીટર લાંબી ચીન-ભારત સરહદ પર તેને તહેનાત કરવામાં આવે.

એસ-400ને રશિયાની સૌથી લાંબા અંતરની સપાટીથી હવામાં વાર કરનારી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાતક મિસાઇલ સિસ્ટમને ખરીદવા માટે 2014માં રશિયા સાથે સોદો નક્કી કરનાર ચીન પહેલું વિદેશી ખરીદદાર હતું. ત્યારબાદ તુર્કી અને ભારતે પણ આ મિસાઇલ સિસ્ટમ માટે રશિયા સાથે સોદો કર્યો. એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એકસાથે ત્રણ પ્રકારની મિસાઇલ છોડવામાં સક્ષમ છે. આ મિસાઇલ સિસ્ટમ એકસાથે 36 લક્ષ્યોને ભેદી શકે છે.

આ મિસાઇલ 400 કિલોમીટર દૂર સુધી રહેલા દુશ્મનના વિમાન, મિસાઇલ અને ડ્રોન સુદ્ધાંને મારીને પાડી શકવા સક્ષમ છે. આ સિ્સટમ એસ-300 મિસાઇલનું જ અપડેટેડ વર્ઝન છે. આ રશિયાની નવી પેઢીનું એન્ટિ એરક્રાફ્ટ વેપન છે જેને રશિયન એલ્મેજ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરોએ વિકસિત કર્યું છે. આ મિસાઇલ સિસ્ટમને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને તમામ પ્રકારનાન એરિયલ ટાર્ગેટ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ મિસાઈલ સિસ્ટમ કોઇપણ હવાઈ હુમલાને 400 કિમીની રેન્જમાં અને 10,000 ફૂટની ઊંચાઈ સુધી સટીક હુમલો કરી શકે છે. તેનું મુખ્ય કામ દુશ્મનોના સ્ટીલ્થ વિમાનને હવામાં ઉડાવી દેવાનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK