ચીનની અવડચંડાઇ, ચોથીવાર વીટો પાવર વાપરતા આતંકી મસુદ અઝહરને બચાવ્યો

Mar 14, 2019, 10:42 IST

ચીને ગઇકાલે આતંકવાદના મુદ્દે ફરી અવડચંડાઇ કરતા વીટો પાવર વાપરીને પાકિસ્તાન સાથે મિત્રતા નિભાવવાનો ફરી એકવાર પુરાવો આપ્યો છે.

ચીનની અવડચંડાઇ, ચોથીવાર વીટો પાવર વાપરતા આતંકી મસુદ અઝહરને બચાવ્યો
મસુદ અઝહર

ચીને ગઇકાલે આતંકવાદના મુદ્દે ફરી અવડચંડાઇ કરતા વીટો પાવર વાપરીને પાકિસ્તાન સાથે મિત્રતા નિભાવવાનો ફરી એકવાર પુરાવો આપ્યો છે. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષજે વેશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર બુધવારે ચીને પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને રદ્દ કર્યો હતો. ચીને આ અવડચંડાઇ ચોથીવાર કરી છે. આ પહેલા 2009 બાદ ચીન ત્રણ વખત આ રીતે પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરી ચુક્યું છે.

મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો શું હતો પ્રસ્તાવ

ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય બુધવારે બપોરે ભારતીય સમયાનુસાર રાત્રે 12 કલાકે પુરો થતો હતો. સમિતિ તમામ સબ્યોની સર્વસંમતીથી નિર્ણય લેતી હોય છે.

વર્ષ 2009થી કુલ ચાર વખત ચીને વીટો પાવરનો ઉપયોગ કર્યો

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે 2009થી આ ચોથી વખત પ્રયાસ કરાયો છે પરંતુ દર વખતે ચીને અવડચંડાઇ કરતા પોતાના વીટો પાવરનો ઉપયોગ કરતા તેમાં સફળતા મળી નથી. ભારતે 2009માં પ્રથમ વખત પ્રસ્તાવ મુક્યો હતો. ત્યાર બાદ 2016માં ભારતે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન સાથે મળી આ પ્રસ્તાવ મુક્યો હતો. ત્રીજી વખત પણ 2017માં ભારતે ત્રણ દેશો સાથે મળીને પ્રસ્તાવ મુક્યો હતો. આ વખતે પણ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ સંયુક્ત રીતે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મુક્યો હતો.

મસુદ અઝહર પર પ્રતિબંધ લાગે તો શું થાય

1267 અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિની સ્થાપના 1988ના રોજ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સમિતિનું નામ બદલીને '1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ' કરવામાં આવ્યું હતું. આ યાદીમાં કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નામ સામેલ કરવા માટે પુરાવો આપવાનો રહે છે કે, "જે તે વ્યક્તિ અથવા સંસ્થા પોતે અથવા તો આડકતરી રીતે ISIL (Da’esh) અને અલ કાયદા સાથે સંકળાયેલી છે." આ પ્રતિબંધિત યાદીમાં અત્યારે 162 વ્યક્તિના અને 83 સંસ્થાના નામ સામેલ કરાયેલા છે અને છેલ્લે 28 ફેબ્રુઆરી, 2019ના રોજ તેને અપડેટ કરાઈ હતી. હાફિઝ સઈદ, અલ-કાયદા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, બોકો હરામ તેમાંના કેટલાક જાણીતા નામ છે.

જો આ સમિતિમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગી જાય તો તેની તમામ સંપત્તિ જપ્ત કરવાની પાકિસ્તાનને ફરજ પડે છે. આ ઉપરાંત તેના વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ લાગી જાય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK