Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોવા મળી

ચીનના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોવા મળી

09 November, 2019 09:17 AM IST | China

ચીનના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોવા મળી

છે ને માણસ જેવો ચહેરો!

છે ને માણસ જેવો ચહેરો!


દક્ષિણ ચીનના કુમિંગ પ્રાંતના મિલાઓ ગામના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. માછલીના ચહેરા પરનું કુદરતી નકશીકામ મોઢું, નાક, આંખ અને માથાના આકાર સ્પષ્ટ કરે છે. મીઠા પાણીના એ તળાવમાં ખાસ ખાવા માટેની માછલીઓ ઉછેરવામાં આવે છે. એ માછલીનું ૧૫ સેકન્ડનું વિડિયો-ફુટેજ જબરું વાઇરલ થયું છે. માછલીનો વિડિયો લેનારી મહિલા આશ્ચર્યથી એવું બોલતી સંભળાય છે, ‘ઓ મા, આ માછલી તો પરી બની ગઈ છે.’
પૉપ્યુલર બ્લૉગર ફેઇડિયન વિડિયોઝમાં પર્યટકોના આકર્ષણરૂપ મિલાઓ ગામમાંથી પસાર થતા પ્રવાસીએ તળાવમાં વિશિષ્ટ પ્રકારની માછલી થોડા દિવસ પહેલાં જોઈ હતી. ચીનની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વેઇબો (ચીનમાં ટ્વિટર જેટલી જ લોકપ્રિય) પર આ વિડિયો જોઈને અનેક લોકો અચંબામાં પડી ગયા હતા. વિડિયો નીચે કમેન્ટ્સમાં એક જણે લખ્યું, ‘બહુ ડરામણું દૃશ્ય.’ બીજી વ્યક્તિએ લખ્યું, ‘ આ માછલી ખાવાની હિંમત કોણ કરે!’
ખાદ્ય માછલીઓના ઉછેર માટેની મીઠા પાણીની તલાવડીઓમાં માનવચહેરા ધરાવતી માછલીઓ બ્રિટન અને તાઇવાનમાં જોવા મળે છે. બ્રિટનના એસેક્સ પ્રાંતના રહેવાસી ૪૪ વર્ષના બ્રિટિશર બ્રેન્ડન ઓ સુલિવાન સાથે ૨૦૧૦માં આવી વિસ્મયકારક ઘટના બની હતી. ઘરના ફિશ-પોન્ડમાં રાખેલી માછલીની મુખાકૃતિ પાંચ મહિના પછી માનવચહેરા જેવી થવા માંડી હોવાનું નોંધ્યું હતું. એ માછલીની કિંમત ૪૦,૦૦૦ પાઉન્ડ હોવાનું મનાય છે. ૨૦૧૧માં તાઇવાનના ઈશાન પ્રાંતના યીલાન કાઉન્ટીના રહેવાસીઓ સ્થાનિક સુધરાઈના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી કાળી-ધોળી માછલી જોઈને આશ્ચર્ય પામ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 09:17 AM IST | China

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK