હાશ! સુરતમાંથી ગુમ થયેલાં ત્રણ બાળકો બોરીવલીથી મળી આવ્યાં

Published: Dec 10, 2019, 09:26 IST | Surat

ઉધના પોલીસના માણસો દ્વારા તાત્કાલિક મુંબઈ જઈ શોધખોળ શરૂ કરવામાં આવી હતી જ્યાં બોરીવલી પોલીસનો સંપર્ક સાધતાં બોરીવલી સ્ટેશન પરથી બાળકો મળી આવ્યાં હતાં.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હેરના ઉધના વિસ્તારમાંથી ગઈ કાલે ૩ બાળકો ગુમ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉધનાથી ધ્રુવ, શિવમ અને સત્યમ નામનાં બાળકો ગુમ થયાં હતાં. જોકે રાહતની વાત એ છે કે આ ગુમ થયેલાં બાળકો મુંબઈના બોરીવલીથી મળી આવ્યાં છે, જેને લઈને ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ ગુમ થયેલાં બાળકોનાં સીસીટીવી ફુટેજ મળ્યાં હતાં જેને લઈને ઉધના પોલીસે બાળકોની શોધખોળ શરૂ કરી હતી. બાળકો ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયાં હતાં. બે અલગ-અલગ પરિવારનાં ત્રણેય બાળકો ઘરેથી નીકળ્યા બાદ બોરીવલી સ્ટેશન પહોંચી ગયાં હતાં. પરિવારજનો દ્વારા તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરાતાં પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી હતી. ઉધના રેલવે-સ્ટેશનના સીસીટીવી ચેક કરાતાં બાળકો ટ્રેન મારફત ગયાં હોવાની હકીકત જાણવા મળી હતી. ઉધના પોલીસના માણસો દ્વારા તાત્કાલિક મુંબઈ જઈ શોધખોળ શરૂ કરવામાં આવી હતી જ્યાં બોરીવલી પોલીસનો સંપર્ક સાધતાં બોરીવલી સ્ટેશન પરથી બાળકો મળી આવ્યાં હતાં. પોલીસની એક ટીમે મુંબઈના બોરીવલી જઈ બાળકોનો કબજો મેળવ્યો હતો. ત્રણેય બાળકો સહીસલામત મળી આવતાં ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની કામગીરીનો પરિવારજનોએ આભાર માન્યો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK