ચિદમ્બરમ વેકેશન માટે કેરળમાં, તો પ્રણવ દુર્ગાપૂજા કરવા બંગાળમાં

Published: 3rd October, 2011 20:51 IST

નવી દિલ્હી: એક અઠવાડિયા સુધી ૨ઞ્ સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડને લગતી નાણામંત્રાલયની નોટને લીધે સતત ન્યુઝમાં અને એને લીધે તાણમાં રહેનારા નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ હાલમાં રિલેક્સ થઈ રહ્યા છે. ચિદમ્બરમ તેમની ફૅમિલી સાથે કેરળના ઠેક્કેડી રર્સિોટમાં વેકેશન ગાળી રહ્યા છે.

 

ચિદમ્બરમ સાથે તેમનાં વાઇફ, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી ગયાં છે. આ ફૅમિલી સ્પાઇસ વિલેજ રર્સિોટમાં ઊતરી છે અને સોમવારે સવારે મદુરાઈ પાછી ફરશે.


બીજી બાજુ પ્રણવદા દુર્ગાપૂજા કરવા પશ્ચિમબંગના બીરભૂમ જિલ્લાના મિરિતીના પોતાના પૈતૃક ઘરે ગયા છે. પ્રણવ મુખરજી દર વર્ષે દુર્ગાપૂજા વખતે ચાર દિવસ અહીં રહે છે અને તેમનો વિધાનસભ્ય-પુત્ર અભિજિત દુર્ગાપૂજાની બધી વ્યવસ્થા કરે છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ પોતે ટેલિકૉમ કૌભાંડમાં પ્રકાશમાં આવેલી નાણામંત્રાલયની નોટના સંદર્ભમાં રાજીનામું આપવાના હતા એવા અહેવાલોને બકવાસ ગણ્યા હતા. પોતાના અને ચિદમ્બરમ વચ્ચેના સમાધાનને બીજેપીના નેતા અરુણ જેટલીએ ફારસ ગણાવ્યું એ વિશે પ્રણવ મુખરજીએ કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. દરમ્યાન વડા પ્રધાનને ૨૦૦૬ એપ્રિલથી ૮૪ સંસદસભ્યોએ ૨ઞ્ બાબતે પત્ર લખ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK