Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢઃએક માટલાથી વધુ પાણી ભરો તો થાય છે દંડ

છત્તીસગઢઃએક માટલાથી વધુ પાણી ભરો તો થાય છે દંડ

17 May, 2019 09:36 AM IST | છત્તીસગઢ

છત્તીસગઢઃએક માટલાથી વધુ પાણી ભરો તો થાય છે દંડ

 છત્તીસગઢઃએક માટલાથી વધુ પાણી ભરો તો થાય છે દંડ


આપણને જ્યારે જોઈએ ત્યારે નળ ખોલતાં જ અસ્ખલિત વહેતું પાણી મળે છે, પણ ભારતનાં અનેક રાજ્યોમાં નાનાં અને અંતરિયાળ એવાં ગામ છે જ્યાં પીવાનું પાણી પણ મુશ્કેલીથી મળે છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાના દરભા તાલુકામાં ઘણાં ગામો એવાં છે જ્યાં ઘરદીઠ એક માટલું પાણી ભરી લીધા પછી બીજું માટલું ભરવા પર દંડ થાય છે.

chattishgarh



ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઑર વધવા લાગી છે એટલે પાણીનો દુરુપયોગ ન થાય એ માટે ગ્રામપંચાયતોએ એકથી વધુ માટલું ભરવા પર દંડ લેવાની નીતિ અપનાવી છે. અહીં પાણીના સ્રોત ખૂટી ગયા છે અને ભૂમિગત જળસ્તર બહુ નીચું જતું રહ્યું છે. એક ગામમાં તો ગ્રામપંચાયતે પાણીનો વ્યય અટકાવવા લેખિત નોટિસ આપીને જાહેર કર્યું છે કે અહીં કોઈ જરૂરિયાત કરતાં વધુ પાણી લેશે અથવા બગાડ કરશે તો પંચાયત બાલદીદીઠ ૫૦ રૂપિયાનો દંડ લેશે.


આ પણ વાંચોઃ ફ્રાંસઃ778 કરોડમાં વેચાયું એક ઓઈલ પેઈન્ટિંગ

ગામની ટાંકી પર નોટિસ લાગી છે કે એક માટલું લાવો અને પાણી લઈ જાઓ. એકથી વધુ ઘડો લાવશો તો ઘડાદીઠ ૫૦ રૂપિયાનો દંડ થશે.


 

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 09:36 AM IST | છત્તીસગઢ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK