મુંબઈ: ખૂમચાઓ પર હજી બિન્દાસ વપરાય છે ગૅસ સિલિન્ડર્સ

Published: May 22, 2019, 08:11 IST | ચેતના યેરુણકર | મુંબઈ

મહાનગરપાલિકાએ ફૂટપાથ પર ગૅસ સિલિન્ડર્સ વાપરતા રોડસાઇડ ખૂમચાવાળા સામે કડક પગલાં લેવાનાં વચનો અનેક વખત આપ્યાં છતાં હજી મુંબઈ શહેરમાં એ પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

ગેસ સિલિન્ડરનો ખુલ્લેઆમ વપરાશ - તસવીર : દત્તા કુંભાર
ગેસ સિલિન્ડરનો ખુલ્લેઆમ વપરાશ - તસવીર : દત્તા કુંભાર

મહાનગરપાલિકાએ ફૂટપાથ પર ગૅસ સિલિન્ડર્સ વાપરતા રોડસાઇડ ખૂમચાવાળા સામે કડક પગલાં લેવાનાં વચનો અનેક વખત આપ્યાં છતાં હજી મુંબઈ શહેરમાં એ પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પરિસ્થિતિમાં ફેર એટલો પડ્યો છે કે ફેરિયા અને ખૂમચાવાળાઓ ગૅસ સિલિન્ડર્સને શણના કોથળા વડે ઢાંકે છે. મુલુંડ, ભાંડુપ, જોગેશ્વરી, બાંદરા વગેરે વિસ્તારોમાં કોથળા વડે ઢાંકેલા કે ઉઘાડા ગૅસ સિલિન્ડર્સ વાપરતા ખૂમચાવાળા જોવા મળે છે.

કેળવણી મંડળ કેસમાં બૉમ્બે હાઈ કોર્ટના આદેશ પછી ૨૦૧૫માં મુંબઈ મહાનગરપાલિકાએ રોડસાઇડ ખૂમચા પર ખોરાક રાંધવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો હતો. એ પરિપત્ર બહાર પાડ્યા પછી કમલા મિલ કમ્પાઉન્ડના રેસ્ટૉરાંમાં આગ લાગ્યા પછી ફાયર સૅફ્ટી સંબંધી સાવચેતીનાં પગલાં બાબતે મુંબઈ મહાનગરપાલિકાએ વિશેષ અભિયાન પણ શરૂ કર્યું હતું. રસ્તા પર રાંધવા માટે ગૅસ સિલિન્ડરના વપરાશ સામે કાર્યવાહીનો સિલસિલો હજી ચાલી રહ્યો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકા કરે છે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે.

આ પણ વાંચો : મોડાં થશે રિઝલ્ટ્સ: કન્ફ્યુઝન નામે ઈવીએમ અને વીવીપીએટી

હજી રોડસાઇડ ખૂમચા પર રાંધવાની પ્રવૃત્તિ ચાલે છે અને શહેરના નાગરિકો પણ આગ લાગવાની બાબતમાં અને આરોગ્યની બાબતમાં અસુરક્ષિત સ્ટૉલ્સ અને ખૂમચા પર ખાણીપીણી બંધ કરતા નથી. વળી જુદી જુદી એજન્સીઝ દ્વારા ગેરકાયદે રીતે સિલિન્ડર્સ વેચાય પણ છે. નાની રેસ્ટૉરાં અને સ્ટૉલ વેન્ડર્સને ગૅસ સિલિન્ડર્સ મેળવવામાં કોઈ તકલીફ પડતી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK