Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાર્કિંગના નવા નિયમોના અમલ પછી પાલિકાએ 84 લાખનો દંડ વસૂલ્યો

પાર્કિંગના નવા નિયમોના અમલ પછી પાલિકાએ 84 લાખનો દંડ વસૂલ્યો

28 August, 2019 10:30 AM IST | મુંબઈ
ચેતના યેરુણકર

પાર્કિંગના નવા નિયમોના અમલ પછી પાલિકાએ 84 લાખનો દંડ વસૂલ્યો

પબ્લિક પાર્કિંગ લોટ્સ

પબ્લિક પાર્કિંગ લોટ્સ


મહાનગરમાં ગેરકાયદે પાર્કિંગના નવા નિયમો અને નવા દર જાહેર કરવામાં આવ્યા પછી પબ્લિક પાર્કિંગ લોટ્સથી ૫૦૦ મીટરના ક્ષેત્રમાં પાર્કિંગ કરવા બદલ બે મહિનામાં દંડરૂપે ૮૪ લાખ રૂપિયા મુંબઈ મહાનગરપાલિકાએ વસૂલ કર્યા છે. આ ગાળામાં એક દિવસમાં વસૂલ કરવામાં આવેલી દંડની સૌથી વધારે રકમમાં ૧૨ જુલાઈએ ૫.૮ લાખ રૂપિયા અને ૨૩ ઑગસ્ટે ૫.૯ લાખ રૂપિયા નોંધાઈ હતી.

મુંબઈ મહાનગરપાલિકાએ ૭ જુલાઈના પરિપત્ર હેઠળ પબ્લિક પાર્કિંગ લોટ્સથી ૫૦૦ મીટરના ક્ષેત્રમાં પાર્ક કરવામાં આવેલાં વાહનોને ટો કરીને લઈ ગયાં બાદ એ વાહનોના માલિકો પાસેથી દંડ વસૂલ કરવા ઉપરાંત ટોઇંગ ચાર્જ પણ વસૂલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.



આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની મધ્યસ્થી છતાં બેસ્ટના કર્મચારીઓ બેમુદત ભૂખહડતાળ પર ઊતર્યા


ગયા શુક્રવારે કુલ ૧૩૦૧ વાહનો ટો કરીને લઈ જવામાં આવ્યાં હતાં. એમાંથી ૯૭૮ વાહનો તેના માલિકો દંડ ભરીને લઈ ગયાં હતાં અને ૩૨૩ વાહનો છોડાવવા માટે તેના માલિકો પહોંચ્યાં નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 10:30 AM IST | મુંબઈ | ચેતના યેરુણકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK