જુહુતારા રોડ બ્રિજ પરનાં હાઇટ બૅરિયર્સને બાપ્પાના કારણે છ દિવસ માટે હટાવાશે

Published: Aug 29, 2019, 13:07 IST | ચેતના યેરુણકર | મુંબઈ

હળવાં વાહનો માટે જુહુતારા રોડ બ્રિજ ખુલ્લો મુકાયાનાં બે જ અઠવાડિયાંમાં બીએમસીએ ગણેશજીની મૂર્તિઓ સરળતાથી પસાર થઈ શકે એ માટે બ્રિજ પરનાં હાઇટ બૅરિયર્સને હટાવવાનો નિર્ણય લીધો છે.

બીએમસીના અધિકારીઓએ દૂરંદેશી ન વાપરતાં જુહુતારા રોડ બ્રિજ પરનાં હાઇટ બૅરિયર્સને બ્રિજ ખુલ્લો મુકાયાનાં બે જ અઠવાડિયાંમાં હટાવવા પડ્યાં હતાં. તસવીર: નિમેશ દવે
બીએમસીના અધિકારીઓએ દૂરંદેશી ન વાપરતાં જુહુતારા રોડ બ્રિજ પરનાં હાઇટ બૅરિયર્સને બ્રિજ ખુલ્લો મુકાયાનાં બે જ અઠવાડિયાંમાં હટાવવા પડ્યાં હતાં. તસવીર: નિમેશ દવે

હળવાં વાહનો માટે જુહુતારા રોડ બ્રિજ ખુલ્લો મુકાયાનાં બે જ અઠવાડિયાંમાં બીએમસીએ ગણેશજીની મૂર્તિઓ સરળતાથી પસાર થઈ શકે એ માટે બ્રિજ પરનાં હાઇટ બૅરિયર્સને હટાવવાનો નિર્ણય લીધો છે. ગણપતિની મૂર્તિઓ લાવવા-લઈ જવામાં બ્રિજ મહત્ત્વનો હોવાથી વીજેટીઆઇ સાથે ચર્ચા કર્યા બાદ બીએમસીએ માત્ર છ જ દિવસ માટે હાઇટ બૅરિયર્સ હટાવવાનો નિર્ણય લીધો છે. બ્રિજને તપાસ્યા બાદ તેને કામચલાઉ ધોરણે ખુલ્લો મૂકવાનો નિર્ણય વીજેટીઆઇ સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરાયું હોવાથી એનાં બૅરિયર્સ હટાવવા માટે પણ વીજેટીઆઇની સલાહ લેવામાં આવી હતી. જોકે આ છ દિવસ દરમ્યાન ટ્રોલી અને ટ્રક્સને બ્રિજ પર પ્રવેશ નહીં કરવા દેવાય.

આ પણ વાંચો : જર્જરિત ઇમારતોનો પુનર્વિકાસ સરળ બનશે

ઑડિટ રિપોર્ટ બાદ બ્રિજની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખી ત્રીજી જૂને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલો બ્રિજ ૯ ઑગસ્ટે જ ખુલ્લો મુકાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK