વિદ્યાર્થીઓએ બનાવી 1 લિટર પેટ્રોલમાંથી 121 કિમી દોડતી સિંગલ સીટર કાર

Published: Nov 05, 2019, 11:45 IST | Chennai

ચેન્નઈની એસઆરએમ યુનિવર્સિટીના ઑટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ટીમે એક વર્ષની મહેનત બાદ અનોખું કારનામું કરી બતાવ્યું છે.

આ વિદ્યાર્થીઓએ બનાવી 1 લિટર પેટ્રોલમાંથી 121 કિમી દોડતી સિંગલ સીટર કાર
આ વિદ્યાર્થીઓએ બનાવી 1 લિટર પેટ્રોલમાંથી 121 કિમી દોડતી સિંગલ સીટર કાર

ચેન્નઈની એસઆરએમ યુનિવર્સિટીના ઑટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ટીમે એક વર્ષની મહેનત બાદ અનોખું કારનામું કરી બતાવ્યું છે. ૩૧ સ્ટુડન્ટ્સની ટીમે મળીને આખો પ્રોજેક્ટ હૅન્ડલ કર્યો હતો. એમાં તેમણે સિંગલ સીટર કાર તૈયાર કરી છે. આ કાર ૧ લીટર વાપરીને ૧૨૧ કિલોમીટર દોડી શકે છે. આ કારનો પ્રોટોટાઇપ તૈયાર છે જે ૧૯થી બાવીસ નવેમ્બર સુધી બૅન્ગલોરમાં યોજાનારા ઇકો મૅરથૉન ઇન્ડિયા એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. એમાં કારની ક્ષમતાની પરખ પણ થશે. જો એમાં એની ઉપયોગિતા અને ફ્યુઅલ એફિશ્યન્સી પુરવાર થશે તો એને એશિયામાં યોજનારી ઇકો મૅરથૉનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ કારની ડિઝાઇન માટે ટીમના બધા જ સ્ટુડન્ટ્સે પોતાની પૉકેટ મની વાપરીને એમાંથી કાર તૈયાર કરી છે.

આ પણ વાંચો : ચોરી કરેલું 2 કરોડનું વાયોલિન ચોર 10 દિવસમાં પાછું આપી ગયો, જાણો શું છે મામલો

લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયામાં આ કાર બની છે જે માટે એક વર્ષનો સમય લાગ્યો હતો. કારની ડિઝાઇન જાન્યુઆરીમાં તૈયાર કરી હતી. બૉડી હલકું હોય એ માટે કાર્બન ફાઇબર અને ઍલ્યુમિનિયમ વપરાયું છે. એન્જિન જસ્ટ ૫૦ સીસીનું છે. આ કાર સમતળ રસ્તા પર ચાલી શકે એમ છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK