ઓયો સંસ્થાપક અને છ અન્ય વિરુદ્ધ FIR, જાણો શું છે મામલો...

Published: Nov 05, 2019, 15:38 IST | Mumbai Desk

આરોપ એ છે કે કરાર છતાં કંપનીએ છેલ્લા પાંચ મહિનાથી રૂમ્સનું ભાડૂં નથી આપ્યું.

ઓયો હોટેલ્સ અને હોમ્સ અંતર્ગત સંસ્થાપક રિતેશ અગ્રવાલ સહિત કંપની સાથે જોડાયેલા છ અન્ય લોકો વિરુદ્ધ દગાખોરીનો મામલો નોંધવામાં આવ્યો છે આ બધાંમાં ગુરુવારે તપાસ અધિકારી સામે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એક હોટેલ વ્યાપારીની ફરિયાદ પર આ રિપોર્ટ નોંધવામાં આવી છે. આરોપ એ છે કે કરાર છતાં કંપનીએ છેલ્લા પાંચ મહિનાથી રૂમ્સનું ભાડૂં નથી આપ્યું.

અહીં આવેલા હોટેલ રૉક્સેલ આના માલિક બેટ્ઝ ફર્નાન્ડિઝે પોતાની ફરિયાદમાં કહ્યું કે ઓયોએ તેમના હોટેલના રૂમ્સ ભાડે લીધા હતા અને બદલામાં સાત લાખ રૂપિયા પ્રતિ મહિને પેમેન્ટ કરવાની વાત કહી હતી. ફર્નાન્ડિસનો આરોપ છે કે આ વર્ષે મેથી ઓયોએ એક પણ પૈસાનું પેમેન્ટ કર્યું નથી, જેને કારણે તેને 35 લાખ રૂપિયાનું નુકસાન થયું.

ઓયો સંસ્થાપક રિતેશ અગ્રવાલ સહિત પોલીસે જે અન્ય લોકો વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે, તેમાં ઓયો સાઉથના હેડ રોહિત શ્રીવાસ્તવ, હેડ ઑફ બિઝનેસ ડેવલપમેન્ટ માધવેન્દ્ર કુમાર અને ગૌરવ ડે, ઓયો ફાઇનેન્સના ઑફિસર પ્રતીક અગ્રવાલ, મંજીત સિંહ અને મૃણમય ચક્રવર્તી છે. તો, ઓયો હોટેલ્સ અને હોમ્સે એક નિવેદનમાં કહ્યું કે અમારા વકીલ આખો મામલો જોઈ રહ્યા છે અને હોટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કારણકે તેમનો દાવો સંપૂર્ણપણે ખોટી રીતે બદનામ કરવા માટે છે.

જણાવીએ કે બાકી રહેલા ભાડાનું પેમેન્ટ ન કરવા બદલ ઓયો કંપનીના સીઇઓ વિરુદ્ધ વારાણસીના સિગરા થાણામાં પણ દગાખોરીનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે હોટેલની સાથે કરવામાં આવેલા કરાર હેઠળ ઓયો દ્વારા કારોબારીનું પેમેન્ટ કરવામાં આવતું ન હતું.

ઓનલાઇન હોટેલ અને લૉજની બુકિંગના ક્ષેત્રમાં કાર્યરત ઓયો કંપની સાથે અંબુજ હોટેલ એન્ડ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર નીરજ લસિંહે પોતાના સમૂહના સિગરા સ્થઇત સિદ્ધાર્થ હોટેલની બુકિંગનો કરાર કર્યો હતો. નક્કી થયું હતું કે સિદ્ધાર્થ હોટેલમાં રૂમ બુક કરવા પર ઓયો કંપની દસ ટકા કમિશન તરીકે તેમજ અઢી ટકા અન્ય ચાર્જ તરીકે લેશે.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

જેના પછી બુકિંગની બાકીની રકમ હોટેલના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આરોપ છે કે હોટેલમાં કેટલાય મહિનાથી રૂમ બૂકિંગ થઈ હોવા છતાં કંપનીએ તેનું પેમેન્ટ નથી કર્યું. પૈસા ખાતામાં ટ્રાન્સફર કરવાને બદલે હોટેલના કારોબારીને ફક્ત આશ્વાસન મળ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK