મુખ્ય પ્રધાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓને એવું આશ્વાસન આપ્યું હતું કે પાટલીપુત્ર સોસાયટીમાં આચરાતી ગેરરીતિ બાબતે સોસાયટીના ઑફિસ-બેરર્સ સામે એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવી શકાય છે કે કેમ તેની પોતે તપાસ કરશે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓએ પૃથ્વીરાજ ચવ્હાણની વાતને સમર્થન આપીને સરકાર ડિફૉલ્ટરો વિરુદ્ધ કેમ એફઆઇઆર નોંધાવતી નથી એવો પ્રશ્ન કર્યો હતો. અંધેરીના પ્રાઇમ એરિયા તરીકે ઓળખાતા લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં ૧૩ માળના બે ટાવર બાંધવામાં આવ્યા છે. ૧૯૯૯માં પાટલીપુત્રના સભ્યોને ફાળવવામાં આવેલા ટાવરમાં સરકારી નિયમ મુજબ ૧૫ ટકા જમીન કમર્શિયલ માટે રિઝવ્ર્ડ રાખવામાં આવી શકે છે, જ્યારે કમર્શિયલ માટે ૧૫ ટકાથી વધુ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને નાની દુકાનોને પરવાનગી આપવામાં આવી હોવા છતાં સોસાયટી દ્વારા શૉપિંગ એરિયા બનાવી દેવામાં આવ્યો છે. પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે ૨૦૧૦ની ૨૯ જૂને સુધરાઈએ શૉપિંગ કૉમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મંજૂર થયેલા પ્લાનમાં ગેરરીતિ કરવામાં આવી હોવાની જાણ થઈ હતી.