ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર ફેંકવામાં આવ્યું ચપ્પલ, તપાસમાં જોડાઈ પોલીસ

Published: May 16, 2019, 11:55 IST | મદુરાઈ

ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર ચપ્પલ ફેંકવામાં આવ્યું. કમલ હાસન તેમની પાર્ટી મકક્લ નીધિ મય્યમ માટે પ્રચાર કરી રહ્યા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર ફેંકવામાં આવ્યું ચપ્પલ
ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર ફેંકવામાં આવ્યું ચપ્પલ

ફિલ્મોથી રાજનીતિમાં એન્ટ્રી કરનારા મક્કલ નીધિ મય્યમના અધ્યક્ષ કમલ હાસન પર એક ચૂંટણીની રેલી દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું. આ મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કમલ હાસન બુધવારે સાંજે તમિલનાડુના તિરુપ્પરકુંદરમ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીની સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું, જો કે ચપ્પલ તેમને લાગ્યુ નહીં અને ભીડ તરફ ગયું. પોલીસના પ્રમાણે ચપ્પલ એક વાહન તરફ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ હાલ લોકોની ઓળખ કરવામાં લાગી છે.

આ પણ વાંચોઃ કમલ હાસન તામિલ બિગ બૉસની ત્રીજી સીઝનને હોસ્ટ કરશે

મહત્વનું છે કે કમલ હાસને નાથૂરામ ગોડસેને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. જે બાદ આ ઘટના સામે આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK