Chandrayaan 2: હવે 22 જુલાઈએ લૉન્ચ થશે ભારતનું મિશન મૂન-2

Published: Jul 18, 2019, 13:08 IST | નવી દિલ્હી

ચંદ્રયાન-2ના લૉન્ચની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. પહેલા 15 જુલાઈએ લૉન્ચ થવાનું હતું જેને ટેક્નિકલ ખામીના કારણે ટાળવામાં આવ્યું હતું.

હવે 22 જુલાઈએ લૉન્ચ થશે ભારતનું મિશન મૂન-2
હવે 22 જુલાઈએ લૉન્ચ થશે ભારતનું મિશન મૂન-2

ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)એ ચંદ્રયાન-2ના લૉન્ચ થવાની નવી તારીખ આપી દીધી છે. ઈસરોના પ્રમાણે, હવે 22 જુલાઈ 2019ના બપોરે 2 વાગ્યેને 43 મિનિટે ચંદ્રયાન-2 લૉન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે, 15 જુલાઈ 2019ના પહેલા ચંદ્રયાન-2 લૉન્ચ થવાનું હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે ઈસરોએ ભારતની આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લૉન્ચિંગ ટાળી દીધું હતું. ઈસરોએ પોતાના આધિકારીક ટ્વિટ્ટર હેન્ડલ પર આ વાતની ઘોષણા કરી છે.


Chandrayaan 2 મિશનને 18 સપ્ટેમ્બર 2008માં મંજૂરી મળી હતી. લગભગ 8 વર્ષ બાદ 2016માં આ મિશન માટેનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ઈસરોએ આ વર્ષે મે મહિનામાં Chandrayaan 2ના લૉન્ચની જાહેરાત કરી હતી. જેના માટે 9 જુલાઈથી લઈને 16 જુલાઈની ટાઈમલાઈન નક્કી કરવામાં આવી હતી. આ મિશનની ખાસ વાત એ છે કે તેમાં એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર હશે. આ મિશનનો મુખ્ય હેતુ ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું અને તેની સપાટીનો અભ્યાસ કરવાનો છે. આ મિશન પહેલા કરવામાં આવેલા મિશન મૂનનો અલગ પડાવ હશે.

Chandrayaan 2 દુનિયાનું પહેલું એવું મિશન હશએ જે ચંદ્રમાંના સાઉથ પોલર વિસ્તારમાં સૉફ્ટ લેન્ડિંગ કરશે. એટલું જ નહીં આ ભારતનું પહેલું એવું મિશન છે જે સંપૂર્ણ રીતે વિકસિત સ્વદેશી ટેક્નિક સાથે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ મિશનની સાથે જ ભારત દુનિયાનો ચોથો એવો દેશ બની જશે જે ચંદ્રમાની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. એક્સપેરિમેન્ટની વાત કરે તો તેમાં જે પ્લેલોડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ચંદ્રમાંની સપાટી પર ટોપોગ્રાફી, મિનરલ આઈડેન્ટિફિકેશનની જાણકારી મેળવશે અને તેના ડિસ્ટ્રીબ્યૂશન,માટીની થર્મો ફિઝિકલ કેરેક્ટર, સર્ફેસ કેમિકલ કંપોઝિશન અને ચંદ્રમાના વાતાવરણનો અભ્યાસ કરશે.

Chandrayaan 2 લેન્ડર વિક્રમની વાત કરીએ તો ચંદ્રયાનને ચંદ્રમાની સપાટી પર 6 સપ્ટેમ્બર સુધી સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટની લાઈફ, મિશન કંપોનેન્ટ્સ ઑર્બિટર લગભગ 1 વર્ષમાં સક્રિય થઈ જશે. આ ઑર્બિટર કુલ 8 સાઈંટિફિક પ્લેલોડ કેરી કરે છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું મિશન એક લ્યૂનર ડે(ધરતી પ્રમાણે 14 દિવસો)માં પૂર્ણ થશે.

ચંદ્રયાન-2નું વજન 3,877 કિલો
ચંદ્રયાન-2ને ભારતનાં સૌથી તાકાતવર GSLV MARK-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર અને રોવર રહશે. આ મિશનમાં ઈસરો ચંદ્રના દક્ષિણ-ધ્રૂવ પર લેન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાનનું વજન 3,877 કિલો છે. આ ચંદ્રયાન-1 કરતાં ત્રણ ગણું વધારે છે. લેન્ડરમાં રહેલા રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

આ પણ વાંચોઃ Kajal Oza Vaidya: એક એવા લેખિકા જે પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે છે જાણીતા

ઈસરો ચંદ્રયાન-2ને ઓક્ટોબર 2018માં લોન્ચ કરવાનું હતું. ત્યારપછી તેની તારીખ વધારીને 3 જાન્યુઆરી 2019 અને પછી 31 જાન્યુઆરી 2019 કરવામાં આવી હતી . જો અમુક કારણોના કારણે લોન્ચિંગ 15 જુલાઈ સુધી ટાળવામાં આવ્યું હતું. આ દરમિયાન કરવામાં આવેલા ફેરફારોના કારણે તેનું વજન પણ પહેલાની સરખામણીએ વધી ગયું. આ સંજોગોમાં GSLV MARK-3માં પણ અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા. નવી તારીખ નક્કી થતાં શ્રીહરીકોટાના સતિશ ધવન સેન્ટરથી ચંદ્રયાન-2ને ભારતના સૌથી તાકાતવર GSLV MARK-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2 દ્વારા ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર ઉતરશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર કરવામાં આવશે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર રોવર ઉતારનાર પહેલો દેશ બની જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK